બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / દીકરો ના હોય તો શું દિકરી કરી શકે છે માતાપિતાનું શ્રાદ્ધ કર્મ? ગરુડ પુરાણના નિયમો જાણો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / દીકરો ના હોય તો શું દિકરી કરી શકે છે માતાપિતાનું શ્રાદ્ધ કર્મ? ગરુડ પુરાણના નિયમો જાણો

Last Updated: 11:28 AM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Garuda Purana Shradh: હિન્દુ ધર્મમાં માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવી એ પુત્રનું પ્રાથમિક કર્તવ્ય માનવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ પુત્ર ન હોય, ત્યારે શું દીકરી શ્રાદ્ધ વિધિ કરી શકે છે? આ લેખ ગરુડ પુરાણના નિયમોના આધારે સમજાવે છે કે કઈ પરિસ્થિતિઓમાં દીકરી, પત્ની અથવા પરિવારના અન્ય સભ્ય શ્રાદ્ધ વિધિ કરી શકે છે અને પૂર્વજોની શાંતિ માટે તે શા માટે જરૂરી છે.

1/6

photoStories-logo

1. દીકરીને શ્રાદ્ધ વિધિ કરવાનો અધિકાર?

Daughter’s Right to Shradh: કોઈ પરિવારમાં પુત્રને બદલે ફક્ત પુત્રી હોય ત્યારે લોકો જાણવા માટે ઇચ્છુક હોય છે કે શું દીકરીને તેમના માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવાનો અધિકાર છે? ધાર્મિક ગ્રંથ ખાસ કરીને ગરુડ પુરાણમાં બાળકોના આ અધિકાર અંગે કેટલાક નિયમોનો ઉલ્લેખ કરાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગરુડ પુરાણમાં સંવાદ

ગરુડ પુરાણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડ પક્ષી વચ્ચેના સંવાદ પર આધારિત છે. તે 18 મહાપુરાણોમાંનું એક છે. આ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવી એ બાળકોનું એક મહત્વપૂર્ણ કર્તવ્ય માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ગરુડ પુરાણના આધારે શું પુત્રીને તેના માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવાનો અધિકાર છે કે નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગરુડ પુરાણ અનુસાર...

ગરુડ પુરાણ અનુસાર માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવાનો પ્રાથમિક અધિકાર પુત્રનો છે. માન્યતા છે કે, પુત્ર શ્રાદ્ધકર્મ કરે તેનાથી પૂર્વજો મોક્ષ મેળવે છે. આ કારણોસર પરંપરાગત રીતે પુત્રીઓને શ્રાદ્ધ કર્મ માટે અધિકારીક માનવામાં નથી આવતી. જોકે વિવિધ પ્રદેશો અને પરંપરાઓમાં અલગ અલગ માન્યતાઓ છે. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે પરિસ્થિતિઓના આધારે પુત્રીઓ પણ તેમના માતાપિતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પત્નીને શ્રાદ્ધ કર્મ કરવાનો અધિકાર

પુત્ર અને પુત્રી બંને ના હોવા પર પરિવારના અન્ય સભ્યો આ જવાબદારી નીભાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો તેની પત્નીને શ્રાદ્ધ કર્મ કરવાનો અધિકાર છે. તેના સિવાય પુત્રવધૂ, પૌત્ર, અથવા પરિવારના યોગ્ય સદસ્ય પણ શ્રાદ્ધ વિધિ કરી શકે છે. જો આમાંથી કોઈ પણ સભ્ય પરિવારમાં ના હોય તો પુત્રીનો પુત્ર એટલે કે પૌત્ર તેના નાના-નાનીનું શ્રાદ્ધ કરી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં પંડિતો દ્વારા શ્રાદ્ધકર્મ કરાવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શ્રાદ્ધ શા માટે મહત્વપૂર્ણ?

મૃત્યુ પછી શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે. શ્રાદ્ધ વિધિ નહિ કરવા પર પિતૃદોષ લાગે છે, જે જીવનમાં ઘણી સમસ્યાઓ લાવી શકે છે. શ્રાદ્ધ કરવાથી જ વ્યક્તિ પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મેળવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer:

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ગરુડ પુરાણમાંથી મળેલી માહિતી પર આધારિત છે. વીટીવી ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Religion Garuda Purana Garuda Purana Shradh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ