બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આ તારીખો નોંધી લેજો, ગુજરાતમાં વરસાદ પર અંબાલાલ પટેલની મારફાડ આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 12:37 PM, 10 July 2026
1/5
2/5
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.
3/5
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે 17થી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળ તરફથી સર્જાતી હવામાનની સિસ્ટમનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચી શકે છે, જેના કારણે રાજ્યમાં વરસાદની વધુ એક તક ઉભી થશે. ત્યારબાદ 24 જુલાઈની આસપાસ મુંબઈમાં સારો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે 27થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
4/5
5/5
ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે મહત્વની સલાહ આપી છે. તેમના જણાવ્યા મુજબ હાલ ચાલતા પુનર્વસુ નક્ષત્ર દરમિયાન પડતું પાણી કૃષિ માટે ખાસ અનુકૂળ માનવામાં આવતું નથી. જો આ સમયગાળા દરમિયાન લીલા ખેતરમાં કૃષિ સંબંધિત કામગીરી કરવામાં આવે તો કેટલાક પાકમાં પીળાશ આવવાની શક્યતા રહે છે. જોકે, 20 જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ સમયગાળાનું પાણી ખેતી માટે વધુ લાભદાયી માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ