બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભલે ને હેલ્મેટ પહેર્યું હોય, છતાંય આવી શકે છે ટ્રાફિક ચલણ, એ કઇ રીતે?
6 ફોટો ગેલેરી
Last Updated: 01:44 PM, 10 July 2026
1/6
મોટર વ્હીકલ એક્ટ હેઠળ માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેલ્મેટ સંબંધિત અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. ઘણા લોકો આ નિયમોથી અજાણ હોય છે અને અનાયાસે દંડનો ભોગ બને છે. હેલ્મેટની ગુણવત્તાથી લઈને તેની યોગ્ય રીતે ઉપયોગ કરવાની રીત સુધી અનેક બાબતો મહત્વની છે. જો તમે પણ રોજ બાઈક ચલાવતા હોવ તો આ નિયમો વિશે જાણવું જરૂરી છે.
2/6
ઘણા લોકો માત્ર દેખાવ અથવા ઓછી કિંમત જોઈને હેલ્મેટ ખરીદી લે છે. પરંતુ હેલ્મેટ પર ISI માર્ક હોવું ખૂબ જ જરૂરી છે. ISI પ્રમાણિત હેલ્મેટ સુરક્ષા ધોરણોને અનુસરે છે અને અકસ્માત સમયે વધુ સુરક્ષા આપે છે. જો ટ્રાફિક ચેકિંગ દરમિયાન ISI માર્ક વગરનું હેલ્મેટ જોવા મળે તો દંડ થઈ શકે છે.
3/6
માત્ર વાહન ચલાવનાર વ્યક્તિએ જ નહીં પરંતુ પાછળ બેઠેલા મુસાફરે પણ યોગ્ય હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ઘણીવાર પાછળ બેઠેલા લોકો હેલ્મેટ પહેરતા નથી અથવા માત્ર દેખાવ માટેના નબળા હેલ્મેટનો ઉપયોગ કરે છે. આવા કિસ્સામાં પણ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચાલાન કપાઈ શકે છે. સુરક્ષા માટે ફુલ ફેસ હેલ્મેટ વધુ યોગ્ય માનવામાં આવે છે.
4/6
હેલ્મેટ પહેર્યા બાદ તેની સ્ટ્રેપ બાંધવી એટલી જ જરૂરી છે. જો સ્ટ્રેપ ખુલ્લી હોય તો અકસ્માત સમયે હેલ્મેટ માથેથી સરકી શકે છે અને ગંભીર ઇજા થવાની શક્યતા વધી જાય છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ સ્ટ્રેપ ન બાંધવી નિયમોનું ઉલ્લંઘન ગણાય છે અને તેના માટે દંડ પણ થઈ શકે છે.
5/6
ઘણા લોકો લાંબા સમય સુધી એક જ હેલ્મેટનો ઉપયોગ કરતા રહે છે. જો હેલ્મેટનું વાઇઝર એટલે કે આગળનું કાચ તૂટેલું હોય અથવા યોગ્ય રીતે બંધ ન થતું હોય તો તે સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવતું નથી. આવા હેલ્મેટનો ઉપયોગ કરવાથી દંડની સાથે અકસ્માતનું જોખમ પણ વધી શકે છે.
6/6
હેલ્મેટ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જ નહીં પરંતુ જીવન બચાવવા માટે પહેરવામાં આવે છે. યોગ્ય ગુણવત્તાવાળું, ISI માર્ક ધરાવતું અને સારી સ્થિતિમાં રહેલું હેલ્મેટ અકસ્માત સમયે ગંભીર ઇજાથી બચાવવામાં મદદરૂપ બને છે. તેથી હેલ્મેટ ખરીદતી અને પહેરતી વખતે તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ