બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / MLA મનુ પટેલને ખાડી પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત ભારે પડી, કરાયો જોરદાર વિરોધ
Last Updated: 12:47 PM, 10 July 2026
Surat MLA Protest: સુરતમાં ચાર દિવસથી ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકો પરેશાન બન્યા હતા. આજે પુરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે MLA મનુ પટેલને ખાડી પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત ભારે પડી છે, પાણી ઓસરી ગયા ત્યારે ધારાસભ્ય ફોટા પડાવવા પહોચતા સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. તેમજ સવાલ કર્યો હતો કે પાણી આવ્યું, ત્યારે ક્યાં હતા?
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતમાં પાણી ઓસરી ગયા પછી ફોટા પડાવવા નીકળેલા નેતાઓએ ચેતવાની જરૂર છે. પાંડેસરામાં ખાડી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા MLA મનુ પટેલનો વિરોધ કરવામાં આવ્યો છે.
પાંડેસરામાં ખાડી પૂરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ધારાસભ્યને ઘેર્યા હતા. સ્થિતિની સમીક્ષા કરવા ગયેલા MLAને જનતાના રોષનો સામનો કરવો પડ્યો છે. વર્ષોથી રસ્તા, ડ્રેનેજ અને ચોમાસામાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી લોકો પરેશાન બનેલા છે.
ADVERTISEMENT

"મત લેવા સમયે તો હાથ જોડો છો" કહી રહીશોએ મનુ પટેલને રોકડું પરખાવ્યું હતું. વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ સુધારો ન કરવામાં આવ્યાનો લોકોનો આરોપ છે.
ADVERTISEMENT
નોધનીય છે કે, સુરતમાં પૂરની સ્થિતિને લઇને રાજ્ય સરકાર એકશન મોડમાં જોવા મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે અધિકારીઓ સાથે બેઠક કરી છે. પુર અસરગ્રસ્તોને સહાય કરવાના કામે સુરતનું વહીવટી તંત્ર લાગી ગયું છે.
આ પણ વાંચોઃ સુરત / વરસાદથી તારાજી બાદ હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ લોકોને રૂ.6,800 લેખે કેશડોલની ચૂકવણી
ADVERTISEMENT
સુરતમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારના 9100 પરિવારનો ડોર ટુ ડોર સરવે કરાયો છે. 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા કેસડોલ અને ઘરવખરીની સહાય કરવામાં આવી છે. આજ રાત સુધીમાં બાકીના અસરગ્રસ્ત વિસ્તારોનો સરવે કરીને સહાય કરાશે.
શહેરના 58 કોમર્શિયલ વિસ્તારોનો સરવે કરાયો છે. વેપારીઓ સાથે મળીને ઇન્સ્યોરન્સની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ છે. કોઇ વેપારી સરવેમાં રહી જાય તો કલેક્ટર ઓફિસનો સંપર્ક કરી શકશે. કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનનો પણ સરવે કરાશે. કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનમાં સહાય માટે આગામી સમયમાં પોલીસી જાહેર કરાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.