બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ના હોય..., અમદાવાદના કોટ વિસ્તારનાં મકાનો હવે રંગાશે ત્રણ રંગમાં, જાણો કેમ

હેરિટેજ સિટી / ના હોય..., અમદાવાદના કોટ વિસ્તારનાં મકાનો હવે રંગાશે ત્રણ રંગમાં, જાણો કેમ

Priykant Shrimali

Last Updated: 02:24 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Heritage City : સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઈટ બ્રાઉનને મંજૂરીઃ હેરિટેજ ઝોનમાં નવા બાંધકામ માટે HIA ફરજિયાતઃ યુનેસ્કોની મુલાકાત બાદ AMCનો નિર્ણય

Ahmedabad Heritage City : ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તાર અને તેની આસપાસના ૨૦૦ મીટરના બફર ઝોનમાં હવે નવાં સરકારી તથા ખાનગી મકાનોને માત્ર લાઇટ સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઇટ બ્રાઉન રંગથી જ રંગી શકાશે. હેરિટેજ ઝોનમાં એકરૂપતા અને દૃશ્યસૌંદર્ય જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ આ નવી નીતિ અમલમાં મૂકી છે.

હેરિટેજ પ્રકારનાં મકાનોમાં આગળના મુખ્ય ભાગ સિવાયની કોતરણી માટે અન્ય રંગોનો ઉપયોગ કરી શકાશે, ઉપરાંત કોટના છ ચોરસ કિમી વિસ્તાર અને ૨૦૦ મીટરના બફર ઝોનમાં આવતાં તમામ નવા સરકારી કે ખાનગી વિકાસ પ્રોજેક્ટ માટે હવે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (એચઆઈએ) ફરજિયાત બનાવાયું છે.

એએમસીના જણાવ્યા મુજબ ગત માર્ચ મહિનામાં યુનેસ્કોની બે સભ્યોની ટીમે કાલુપુર રેલવે સ્ટેશન ‌રિડેવલપમેન્ટ, દાણાપીઠ મ‌િલ્ટલેવલ પાર્કિંગ અને ગીતામંદિર બસ ટર્મિનસ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લઈને હેરિટેજ પર તેની અસરનું મૂલ્યાંકન કર્યું હતું. આ ત્રણેય પ્રોજેક્ટમાં પણ મંજૂર કરાયેલા ત્રણ રંગોનો ઉપયોગ થવાની શક્યતા છે. આ ટીમ ટૂંક સમયમાં પોતાનો વિગતવાર અહેવાલ રજૂ કરશે.

એચઆઈએ માટે એએમસીએ ૧૦૦થી વધુ આર્કિટેક્ટ્સની નોંધણી કરી છે, સાથે જ નવી ઇમારતો માટે અર્બન ડિઝાઇન ગાઇડલાઇન, ડિઝાઇન ટૂલકિટ અને એચઆઈએ પોલિસી અમલમાં મૂકી છે. નોન-હેરિટેજ ઇમારતોની એચઆઈએ અરજીની ઝડપી તપાસ માટે હેરિટે

પોળના દરવાજાઓના સંરક્ષણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરવામાં આવી છે, ઉપરાંત દેશભરનાં ઐતિહાસિક અને હેરિટેજ સ્મારકોના સંરક્ષણ અને જાળવણી માટે વિશેષ સંસ્થાની સ્થાપનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : રેકેટનો પર્દાફાશ, અમદાવાદમાં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

ઉલ્લેખનીય છે કે ૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો હતો. શહેરમાં હાલમાં ૨,૬૯૨ નોંધાયેલી હેરિટેજ મિલકતો અને કોટ વિસ્તાર બહારની ૩૮૨ સંભવિત હેરિટેજ મિલકતો છે. હેરિટેજ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર) યોજના હેઠળ અત્યાર સુધી ૧૪૫ મિલકતોનું કુલ ૧૭,૫૧૯ ચોરસ મીટર વિસ્તારમાં સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Buffer Zone Ahmedabad UNESCO World Heritage City
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ