બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવી ગઈ વરસાદની લેટેસ્ટ આગાહી, જાણો આ બે દિવસ તમારે ત્યાં કેવો રહેશે વરસાદ ?
5 ફોટો ગેલેરી
Last Updated: 08:44 AM, 10 July 2026
1/5
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદ બાદ હવે ચોમાસાની ગતિ ધીમી પડી છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આગામી બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે હાલ રાજ્યમાં ક્યાંય પણ અતિભારે અથવા ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી નથી.
2/5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 અને 11 જુલાઈ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3/5
4/5
હવામાન વિભાગના મધ્યમ ગાળાના અનુમાન મુજબ 16થી 19 જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બની શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફરી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
5/5
શહેરોના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મહત્તમ તાપમાન આશરે 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટ, સુરત અને વડોદરામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. આ શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગે લોકોને સત્તાવાર આગાહીઓ પર નજર રાખવાની અને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ