બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:53 AM, 20 July 2026
1/5
શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર સમય માનવામાં આવે છે. આ વર્ષે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 13 ઓગસ્ટે શ્રાવણની શરૂઆત થાય છે અને 11 સપ્ટેમ્બરે શ્રાવણનુ સમાપન થાય છે. શ્રાવણ મહિનાના સોમવારે વ્રત રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ શ્રાવણ મહિના દરમિયાન કુલ ચાર સોમવાર આવશે. એવી માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ કે શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ.
2/5
3/5
વહેલી સવારે ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. વ્રતનો સંકલ્પ લેવા માટે તમારા ઘરના પૂજા-સ્થળ અથવા શિવ મંદિરે જાઓ. ત્યાર બાદ સૌપ્રથમ શિવલિંગ પર જળ અર્પણ કરો. ક્રમશઃ કાચું દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ વડે અભિષેક કરો. અંતે, ફરી એકવાર શુદ્ધ જળ અર્પણ કરો. શિવલિંગ પર ચંદનનો લેપ અથવા તિલક કરો. પછી, અખંડિત બેલીપત્ર, ધતૂરો, ભાંગ, અક્ષત, સફેદ ફૂલ અને મૌલી અર્પણ કરો.ધૂપ અને દીવો પ્રગટાવો તથા ‘ॐ नमः शिवाय’ મંત્રનો જાપ કરો. શિવ ચાલીસાનો પાઠ કરો અને અંતે કપૂરથી આરતી ઉતારીને ઋતુ પ્રમાણે ફળોનો પ્રસાદ ધરાવો.
4/5
5/5
ધ્યાન રાખો કે અર્પણ કરવામાં આવતા બેલપત્ર ફાટેલા કે ક્ષતિગ્રસ્ત ન હોય. વળી, પૂજા દરમિયાન "ॐ नमः शिवाय" મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ