બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વરસાદમાં છતમાંથી પાણી ટપકતું હોય તો આ કામ કરાવો! વોટરપ્રૂફિંગનો કેટલો ખર્ચ આવશે? જાણો

photo-story

5 ફોટો ગેલેરી

Roof Waterproofing Cost / વરસાદમાં છતમાંથી પાણી ટપકતું હોય તો આ કામ કરાવો! વોટરપ્રૂફિંગનો કેટલો ખર્ચ આવશે? જાણો

Last Updated: 05:08 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

છતની વોટરપ્રૂફિંગ માટે લિક્વિડ પોલિમર, મેમ્બ્રેન અને સીમેન્ટેશિયસ જેવી વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે, જેમાં ખર્ચ 30થી 180 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ સુધી થઈ શકે છે.

1/5

photoStories-logo

1. છત ટપકવી

વરસાદની સીઝન આવતાની સાથે જ જૂના ઘરોની છત ટપકવાની મોટી મુશ્કેલી શરૂ થઈ જાય છે. છતમાંથી પાણી રિસીને દીવાલો સુધી પહોંચે છે અને આખા ઘરમાં ભેજ ફેલાઈ જાય છે. આ મોટી સમસ્યાથી છુટકારો મેળવવાનો એક જ અસરકારક ઉપાય છે છતની વોટરપ્રૂફિંગ. વોટરપ્રૂફિંગના કેટલાક પ્રકારો મોંઘા હોય છે, તો અમુક બજેટ-ફ્રેન્ડલી પણ મળી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વોટરપ્રૂફિંગનો ખર્ચ

સામાન્ય રીતે છતની વોટરપ્રૂફિંગનો ખર્ચ 40થી 180 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ સુધી આવે છે. જો તમારી છત 1000 સ્ક્વેર ફૂટની હોય તો કુલ ખર્ચ લગભગ 40000 થી 180000 રૂપિયા સુધી થઈ શકે છે. આ ખર્ચ મટીરિયલની ક્વોલિટી અને કામની પ્રક્રિયા પર આધાર રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પહેલી રીત

સૌથી પોપ્યુલર અને અસરકારક રીત છે લિક્વિડ પોલિમર કોટિંગ. આમાં 40થી 70 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટનો ખર્ચ આવે છે. જેમાં ક્રેક ફિલર, ફાઇબર મેશ અને વોટરપ્રૂફ લિક્વિડ કોટિંગના ત્રણ કોટ લગાવવામાં આવે છે. હળવી-ફુલકી તિરાડો અને થોડા ભેજની સમસ્યા માટે આ પદ્ધતિ ખૂબ જ કારગર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બીજી રીત

બીજો વિકલ્પ છે મેમ્બ્રેન વોટરપ્રૂફિંગ. આ થોડું મોંઘુ પડે છે. જો છતમાં વધુ તિરાડો અને ગંભીર સીલન હોય તો આ પદ્ધતિ સૌથી સચોટ કામ કરે છે. આમાં 100થી 180 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટનો ખર્ચ થાય છે. પ્લાસ્ટિક કે બિટુમિનની વિશેષ શીટને ગેસ ટોર્ચથી ગરમ કરીને છત પર ચોંટાડવામાં આવે છે. આ પદ્ધતિ ખૂબ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલનારી છે, ખાસ કરીને ભારે વરસાદવાળા વિસ્તારોમાં સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ત્રીજી રીત

ત્રીજી અને સૌથી સસ્તી રીત છે સીમેન્ટેશિયસ વોટરપ્રૂફિંગ. આ સૌથી બજેટ-ફ્રેન્ડલી અને લોકપ્રિય પ્રક્રિયા છે. વ્હાઇટ સીમેન્ટ અને ફેવિકોલ કે સીમેન્ટ-પોલિમરના મિશ્રણને બ્રશથી છત પર એક કોટ લગાવી દેવાથી છત વોટરપ્રૂફ બની જાય છે. આમાં માત્ર 30થી 50 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટનો ખર્ચ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

dripping waterproofing liquid polymer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ