બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કેમ નથી કરવામાં આવતા? ગરુડ પુરાણમાં જણાવાયું છે ચોંકાવનારું કારણ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:49 PM, 7 August 2026
1/6
કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થવું એ અત્યંત દુઃખદ ક્ષણ હોય છે. જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ આપણને છોડીને જાય છે ત્યારે એક તરફ તેના વિયોગનું ઊંડું દુઃખ હોય છે તો બીજી તરફ તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ શરૂ થઈ જાય છે. ગરુડ પુરાણમાં મૃત્યુ અને તેની સાથે જોડાયેલા અનેક નિયમો તથા માન્યતાઓનું વિસ્તૃત વર્ણન મળે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ માન્યતા એ છે કે સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરવામાં આવતું નથી.
2/6
ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ સૂર્યાસ્ત બાદ થાય તો તેના અંતિમ સંસ્કાર માટે આગલા દિવસે સૂર્યોદય સુધી રાહ જોવામાં આવે છે. આ પાછળ ધાર્મિક અને આધ્યાત્મિક બંને કારણો આપવામાં આવ્યા છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે દાહ સંસ્કાર કરવો વર્જિત છે કેમ કે તેનાથી મૃત આત્માને પરલોકમાં કષ્ટ થઈ શકે છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે સૂર્યાસ્ત પછી સ્વર્ગના દ્વાર બંધ થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય બની જાય છે. આવા સમયે જો દાહ સંસ્કાર કરવામાં આવે તો આત્માના મોક્ષના માર્ગમાં અડચણો ઊભી થઈ શકે છે.
3/6
એવી પણ માન્યતા છે કે જો રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવે તો આગલા જન્મમાં તે વ્યક્તિને કોઈ ને કોઈ શારીરિક ખામી કે દોષનો સામનો કરવો પડી શકે છે. તેથી દિવસના સમયે જ અંતિમ સંસ્કાર કરવો શુભ માનવામાં આવે છે, કારણ કે તે સમયે સૂર્યનો પ્રભાવ સક્રિય હોય છે. હિન્દુ ધર્મમાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્ય જીવન, ઊર્જા અને ચેતનાનું પ્રતીક છે. માન્યતા છે કે આત્મા સૂર્યમાંથી જ ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ વિલીન થઈ જાય છે. તેથી સૂર્યના અસ્તિત્વમાં, એટલે કે દિવસના સમયે અંતિમ સંસ્કાર કરવાથી આત્માની શાંતિ અને મોક્ષ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે.
4/6
જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાત્રે થઈ જાય તો ગરુડ પુરાણમાં કેટલીક વિશેષ સાવધાનીઓ રાખવાનું કહેવામાં આવ્યું છે. શવને ઘરની અંદર ન રાખતાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવીને રાખવો જોઈએ. સાથે જ શવને ક્યારેય એકલો ન છોડવો જોઈએ કેમ કે આ સમયે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે. પરિવારના કોઈ સભ્યે મૃતક પાસે બેસીને ભગવાન પાસે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાથી આત્માને શાંતિ મળે છે અને તે પોતાની આગલી યાત્રા માટે તૈયાર થાય છે.
5/6
હિન્દુ ધર્મમાં કુલ 16 સંસ્કારો કહેવામાં આવ્યા છે જેમાં અંતિમ સંસ્કાર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ આત્માને શરીરથી મુક્ત કરીને તેને પંચતત્ત્વમાં વિલીન કરવાની પ્રક્રિયા છે. શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ – આ પાંચ તત્ત્વોથી બનેલું છે અને દાહ સંસ્કાર દ્વારા આ તમામ તત્ત્વો ફરીથી પ્રકૃતિમાં ભળી જાય છે. જેમાં અમુક વિશેષ પરિસ્થિતિઓમાં અપવાદ પણ જોવા મળે છે. જેમ કે સાધુ-સંતોને દાહ સંસ્કારને બદલે સમાધિ આપવામાં આવે છે. કેમ કે તેમનું શરીર સાધના અને તપસ્યાને કારણે વિશેષ ઊર્જાથી યુક્ત માનવામાં આવે છે. તેથી મૃત વ્યક્તિનું અંતિમ સંસ્કાર વિધિ-વિધાન અને યોગ્ય સમયે કરવું અત્યંત આવશ્યક છે. આનાથી માત્ર આત્માને શાંતિ મળે છે નહીં પરંતુ તેના મોક્ષ પ્રાપ્ત કરવાની સંભાવના પણ વધી જાય છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ