બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:38 PM, 7 August 2026
1/5
વૈજ્ઞાનિકો માને છે કે ધરતીની અંદર સોનું પુષ્કળ પ્રમાણમાં છે. આ જથ્થો એટલો મોટો છે કે જો પૃથ્વી પરના દરેક ખંડને તેનાથી ઢાંકી દેવામાં આવે, તો તે 50 સેન્ટિમીટર જાડા સોનાનો સ્તર બનાવશે. પરંતુ આનો અર્થ એ નથી કે તે એવી ખાણમાં છે જેને સરળતાથી કાઢી શકાય છે. આ બધું સોનું પૃથ્વીના મેટાલિક ગર્ભમાં સમાયેલું છે, જે પૃથ્વીની સપાટીથી લગભગ 2,900 કિલોમીટર નીચે શરૂ થાય છે.
2/5
હવે એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે માનવોને આખરે આ સોનાની ઍક્સેસ મળી શકે છે. ગોટિંગેન યુનિવર્સિટીના જિયોકેમિસ્ટ નાઇલ્સ મેસલિંગના નેતૃત્વમાં સંશોધકોની એક ટીમે હવાઈમાં જ્વાળામુખીના ખડકોમાં રૂથેનિયમ આઇસોટોપ્સના સંકેતો માપ્યા અને આશ્ચર્યજનક માહિતી શોધી કાઢી. આ સંકેત સૂચવે છે કે ગર્ભમાંથી નિકળતા મૈટેરિયલ મૈટલમાં જાય છે અને આખરે સપાટી પર પહોંચે છે.
3/5
જોકે આ અભ્યાસમાં સોનાની ધારા ઉપર આવવાની જાણકારી નથી મળી. અભ્યાસમાં રુથેનિયમ એક કિંમતી ધાતુનું માપન કરવામાં આવ્યું હતું. તેના આઇસોટોપ્સથી ખબર પડી કે આ સામગ્રી ક્યાથી આવી છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં મેન્ટલ પ્લુમ સાથે સંકળાયેલા ખડકોમાં રૂથેનિયમ અને ટંગસ્ટન આઇસોટોપ્સમાં ખૂબ જ નાના ફેરફારોની તપાસ કરવામાં આવી હતી.
4/5
રુથેનિયમ ધાતુ પ્રત્યે તેજીથી આકર્ષાય છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે ગાઢ લોખંડ ડુબી કોર બની ગયું ત્યારે પૃથ્વીનું લગભગ તમામ પ્રારંભિક રૂથેનિયમ તેની સાથે ગયું. મેન્ટલમાં હજુ થોડી માત્રામાં રુથેનિયમ છે તેને પાછળના ઉલ્કાઓમાંથી હોવાનું માનવામાં આવે છે.
5/5
વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વીનું 99.99% થી વધુ સોનું અને અન્ય કિંમતી ધાતુઓ મેન્ટલ નીચે હાજર છે. સોનું એક સાઇડરોફાઇલ હોય છે. આનો અર્થ એ છે કે તે આયર્નથી ભરપૂર ધાતુઓ સાથે સરળતાથી ભળી જાય છે. મોટાભાગનું સોનું કોરમાં સ્થળાંતરિત થયું જ્યારે પૃથ્વી શરૂઆતમાં ધાતુઓ અને સિલિકેટ્સને અલગ કરવા માટે પૂરતી ગરમ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ