બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / TATA લાવી રહી છે નવી કાર, 6 એરબેગ સાથે મળશે અનેક ધમાકેદાર ફીચર્સ, જાણો કિંમત
5 ફોટો ગેલેરી
Last Updated: 01:13 AM, 8 August 2026
1/5
ટાટા મોટર્સ હવે તેની એકમાત્ર સેડાન કાર ટિગોરને નવા અવતારમાં લાવવા તૈયાર છે. થોડા મહિના પહેલા જ ટિયાગો ફેસલિફ્ટ (પેટ્રોલ અને ઇવી) લોન્ચ કર્યા બાદ હવે કંપનીની નજર ટિગોર પર છે. આ કારનું અપડેટેડ વર્ઝન ફેસ્ટિવ સીઝન પહેલાં જ બજારમાં આવી શકે છે. તેની ઓફીશીયલ લોન્ચ તારીખ હજુ જાહેર થઈ નથી પણ અંદાજ છે કે થોડા અઠવાડિયામાં જ તે લોન્ચ થઈ જશે.
2/5
જૂન મહિનામાં ટાટાએ ટિગોર ફેસલિફ્ટનો ડિઝાઇન પેટન્ટ ફાઇલ કરી હતી. તેમાંથી સ્પષ્ટ થાય છે કે કાર હવે વધુ બોલ્ડ અને પ્રીમિયમ દેખાશે. આગળના ભાગમાં નવા હેડલેમ્પ્સ સાથે પાતળા ડીઆરએલ મળશે. આ હેડલેમ્પ્સને જોડતી ટ્રિમ ગ્લોસી બ્લેક ફિનિશમાં આવશે. આગળનો ભાગ ઘણી હદ સુધી નવા ટિયાગો જેવો લાગશે, પણ બમ્પર અલગ રહેશે – તેમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્લેટ્સ સાથે મોટી અને શાર્પ લાઇન્સ જોવા મળશે. આ બદલાવથી કાર વધુ ડેમદાર અને મોર્ડન દેખાશે. એસયુવીની લોકપ્રિયતા વચ્ચે આ ડિઝાઇન ભાષા ટાટાને ફાયદો કરી શકે છે.
3/5
4/5
અંદરની બાજુએ નવા ટિયાગોની જેમ ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી શકે છે. 10.25 ઇંચની ટચસ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે અને વાયરલેસ ફોન ચાર્જિંગ જેવી સુવિધાઓ મળી શકે છે. જેમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ટિગોર ફેસલિફ્ટમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ