બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘુમામાં દીપડાની શોધ પૂર્ણ, 16 દિવસ બાદ વન વિભાગે પાંજરાં હટાવ્યાં, છતાં રહેવાસીઓમાં ભય યથાવત્

ગુજરાત / ઘુમામાં દીપડાની શોધ પૂર્ણ, 16 દિવસ બાદ વન વિભાગે પાંજરાં હટાવ્યાં, છતાં રહેવાસીઓમાં ભય યથાવત્

Published By: Nidhi Panchal

Last Updated: 02:55 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘુમામાં દીપડાને પકડવા માટે વન વિભાગે 16 દિવસ સુધી સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું, પરંતુ દીપડાનો કોઈ પત્તો લાગ્યો નહીં. હવે પાંજરાં હટાવી લેવાયા છે, છતાં સ્થાનિક રહેવાસીઓમાં દીપડાનો ભય હજુ પણ યથાવત્ છે.

ઘુમાના રહેણાક વિસ્તારમાં ઘૂસી આવેલા દીપડાને પકડવા માટે ૧૬ દિવસ પહેલાં મૂકવામાં આવેલાં પાંજરાં હવે વન વિભાગે હટાવી લીધાં છે. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે દીપડો સલામત રીતે વિસ્તાર છોડીને પોતાના કુદરતી રહેઠાણ તરફ જતો રહ્યો છે, જોકે ઘુમાના રહેવાસીઓમાં દીપડાનો ભય હજુ યથાવત્ છે. અમદાવાદ રેન્જના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ ડો. કે. રમેશે જણાવ્યું છે કે પાંજરાં હટાવી લેવામાં આવ્યાં છે અને અમારી ટીમો હવે સ્ટેન્ડબાય પર છે. દીપડો હોવાની શંકાના પગલે મળતા દરેક ફોન કોલનો અમારી ટીમ તાત્કાલિક પ્રતિસાદ આપી રહી છે. ઘુમાની સેરેનદીપ મેન્શન સોસાયટીમાં પ્રથમ વખત દીપડો જોવા મળ્યો હતો તે ઘટનાને બાદ કરતાં ત્યાર પછી મળેલા તમામ એલર્ટ ખોટા સાબિત થયા છે.

dipdo-wife

ઘુમાની સેરેનદીપ મેન્શન સોસાયટીમાં દીપડો પ્રથમ વખત જોવા મળ્યો હતો. સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ આ પ્રાણીના સ્પષ્ટ ફૂટેજ કેદ થયા હતા. વન વિભાગે દીપડો હોવાની પુષ્ટિ કર્યા બાદ તેને પકડવા માટે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. વ્યૂહાત્મક સ્થળોએ ત્રણ પાંજરાં મૂકવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વન વિભાગની ટીમો દ્વારા સતત મોનિટરિંગ, રાત્રિ પેટ્રોલિંગ અને સર્વેલન્સ પણ કરવામાં આવતું હતું.

19 અને 20 જુલાઈની મધરાતે આશરે બે વાગ્યે ઘુમાની સેરેનદીપ મેન્શન સોસાયટી

દીપડો 19 અને 20 જુલાઈની મધરાતે આશરે બે વાગ્યે ઘુમાની સેરેનદીપ મેન્શન સોસાયટીમાં જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ઘુમાના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોએ સાંજના સમયે બહાર નીકળવાનું ઓછું કરી દીધું હતું, જ્યારે બાળકોને સાવચેતીના ભાગરૂપે સામાન્ય સમય કરતાં વહેલાં ઘરમાં બોલાવી લેવામાં આવતાં હતાં. જોકે બે સપ્તાહ કરતાં વધુ સમય સુધી સતત શોધખોળ અને વિવિધ પ્રયાસો છતાં દીપડાનો ફરી કોઈ પત્તો મળ્યો નહોતો. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે દીપડો વિસ્તાર છોડીને પોતાના કુદરતી રહેઠાણમાં જતો રહ્યો છે.

આ પણ વાંચો : લાંચકાંડ બાદ AMCનો મોટો નિર્ણય, અમિત ડોંગરે મંજૂર કરેલી તમામ ફાયર NOCની થશે ચકાસણી

સોશિયલ મીડિયાની અફવાઓથી વન વિભાગની ટીમો દોડતી રહી

દીપડાને શોધવાની કામગીરી દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓએ વન વિભાગ માટે મુશ્કેલી વધારી હતી. દીપડો જુદાં જુદાં સ્થળોએ જોવા મળ્યો હોવાના મેસેજ અને ફોન કોલના પગલે વન વિભાગની ટીમોને વારંવાર અલગ અલગ સ્થળોએ મોકલવી પડી હતી. ઝુંડાલ, બોપલ અને તાજેતરમાં ગોધાવી નજીકના રેલવે ટ્રેક પાસે દીપડો દેખાયાની માહિતી મળતાં ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી, જોકે આ તમામ સ્થળોએ તપાસ દરમિયાન દીપડાની કોઈ હાજરી મળી નહોતી. અર્થાત્ ઘુમામાં પ્રથમ વખત મળેલા પુરાવા બાદ દીપડાનાં અન્ય કોઈ પ્રમાણભૂત નિશાન મળ્યાં નથી અને ત્યાર પછીના તમામ ‘સાઇટિંગ’ના દાવા ફોલ્સ એલાર્મ સાબિત થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ghuma Leopard Ahmedabad Forest Department Leopard Rescue

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ