બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવેથી ગિરનાર પર સિંહોથી યાત્રિકોને બચાવવા તૈનાત કરાશે 25 ટ્રેકર્સ

અમદાવાદ / હવેથી ગિરનાર પર સિંહોથી યાત્રિકોને બચાવવા તૈનાત કરાશે 25 ટ્રેકર્સ

Published By: Vishal Khamar

Last Updated: 03:13 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે વનવિભાગ ૨૫ ફોરેસ્ટ ટ્રેકર્સની ભરતી કરશે. જુલાઈમાં ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા અને ત્યાર બાદ પગથિયાં પર સિંહોની અવરજવર નોંધાતાં આ નિર્ણય લેવાયો છે.

ગીરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે વનવિભાગ ૨૫ ફોરેસ્ટ ટ્રેકર્સની ભરતી કરશે. જુલાઈમાં ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા અને ત્યાર બાદ પગથિયાં પર સિંહોની અવરજવર નોંધાતાં આ નિર્ણય લેવાયો છે. ગીરનાર પર દરરોજ સરેરાશ બે હજારથી વધુ અને પીક સિઝનમાં ૧૨ હજાર સુધી યાત્રિકો આવતા હોવાથી સુરક્ષા વધારાશે.

ટ્રેકર્સ સિંહોની હિલચાલ પર નજર રાખી તેમને યાત્રિકોના માર્ગથી દૂર રાખશે. હાલ સાસણમાંથી ટ્રેકર્સની ટીમ ગીરનાર વિસ્તારમાં તહેનાત છે. નવી ભરતીમાં ૧૧ મહિનાના કરાર પર પસંદગી પામનારને માસિક રૂ. ૧૫,૯૧૪ વેતન મળશે.

વનવિભાગે ગીરનારનાં ત્રણેય પગથિયાં પર નવ કાયમી ચેકપોસ્ટ સ્થાપવા તથા યાત્રિકોના માર્ગ નજીક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કેમેરા લગાવવાની દરખાસ્ત પણ રાજ્ય સરકારને મોકલી છે. સિંહ કે દીપડાની હિલચાલ જણાય તો તાત્કાલિક એલર્ટ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

આ પણ વાંચોઃ ખેડૂતોને વનવિભાગે રોક્યાં, સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ફરી વિવાદ

ગીરનાર પર સિંહોની હિલચાલને પગલે યાત્રિકોને રાત્રિના સમયે એકલા નહીં પરંતુ જૂથમાં જ અવરજવર કરવાની સલાહ આપવામાં આવી છે. વનવિભાગે લોકોને સિંહોની નજીક જવાનો પ્રયાસ ન કરવા અને સુરક્ષા માટે આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે ટ્રેકર્સની તહેનાતીનો મુખ્ય હેતુ સિંહોની હિલચાલ પર સતત નજર રાખીને તેમને જંગલ તરફ વાળવાનો અને માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

forest trackers Girnar Girnar lion attack Girnar pilgrims safety

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ