બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : 'લેવો છે ફોટો, કાઢુ દુપટ્ટો' કીર્તિ પટેલની નફ્ફટાઇથી મહિલા પોલીસ શરમમાં મૂકાઇ
Last Updated: 04:57 PM, 8 August 2026
જમીન વિવાદ કેસમાં ધરપકડ કર્યાં બાદ કીર્તિ પટેલને સુરતમાં કોર્ટમાં રજૂ કરાઈ હતી જ્યાં તેની બેશરમી સામે આવી હતી. સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને સુરતની કોર્ટમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
'લેવો છે ફોટો, કાઢુ દુપટ્ટો'
કોર્ટમાં રજૂ કરતી વખતે કીર્તિ પોલીસ સાથે ચાલી રહી હતી ત્યારે તેણે અચાનક કહ્યું 'લેવો છે ફોટો, કાઢુ દુપટ્ટો', મહિલા પોલીસે પણ તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો.
ADVERTISEMENT
કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો સિકંજો
કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો સિકંજો કસાયો છે. બદનક્ષી અને ખંડણી કેસમાં લાજપોર જેલમાં બંધ કીર્તિ પટેલની પુણા પોલીસે ધરપકડ કરી છે. 2019થી જૂઠું બોલીને મકાન ભાડે રાખ્યા બાદ કીર્તિ પટેલે ગેરકાયદે કબજો જમાવી રાખ્યો હતો.
ADVERTISEMENT
સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને સુરતની કોર્ટમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવી હતી#Surat #KirtiPatel #SuratPolice #LaskanaPolice #Court #VTVDigital pic.twitter.com/ehuDNK8zTL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 8, 2026
ભાડું આપ્યા વિના મકાન ખાલી કરવાનો કર્યો ઈન્કાર
ADVERTISEMENT
કીર્તિએ કોરોના કાળના નિયમોનો દુરુપયોગ કરીને ભાડું આપ્યા વિના મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી કંટાળેલા મકાનમાલિકે 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ' હેઠળ પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો જે પછી પુણા પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલની વધુ કેસોમાં પણ ધરપકડની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.