બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગુજરાત સહીત ભારતમાં આવશે નોકરીઓની મહાસુનામી! 7 રાજ્યોમાં 12 લાખ યુવાનોને જોબ આપવાનો પ્લાન

photo-story

6 ફોટો ગેલેરી

જોબ / ગુજરાત સહીત ભારતમાં આવશે નોકરીઓની મહાસુનામી! 7 રાજ્યોમાં 12 લાખ યુવાનોને જોબ આપવાનો પ્લાન

Last Updated: 06:14 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતના 7 રાજ્યોમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) ની સ્થાપનાને લઈને એક મોટો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ CBRE ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2031 સુધીમાં દેશમાં 1,380 થી વધુ નવા GCCs સ્થાપવામાં આવશે.

1/6

photoStories-logo

1. ગુજરાત સહીત ભારતમાં આવશે નોકરીઓની મહાસુનામી! 7 રાજ્યોમાં 12 લાખ યુવાનોને જોબ આપવાનો પ્લાન

ભારત હવે માત્ર દુનિયાની 'બેક-ઓફિસ કેપિટલ' રહ્યું નથી, પરંતુ વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs) માટે એક મુખ્ય ટેકનોલોજી અને ઈનોવેશન હબ એટલે કે 'બ્રેઈન સેન્ટર' બની ગયું છે. દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ CBRE દ્વારા જાહેર કરવામાં આવેલા ‘દ પોલિસી એડવાન્ટેજ: પાવરિંગ ઈન્ડિયાઝ GCC ગ્રોથ’ નામના તાજેતરના અહેવાલમાં ભારતીય જોબ માર્કેટ અને કોર્પોરેટ સેક્ટર માટે ઉત્સાહજનક સમાચાર આપવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 12 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થવાનો અંદાજ

રિપોર્ટ અનુસાર, ભારતના 7 મુખ્ય રાજ્યો વર્ષ 2031 સુધીમાં 1,380 થી વધુ નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) સ્થાપિત કરવાનો મહા-પ્લાન બનાવી રહ્યા છે. આ મોટો વિસ્તાર થવાથી દેશમાં IT, ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ફાયનાન્સ જેવા હાઈ-પેઇંગ ક્ષેત્રોમાં 11.8 લાખ (લગભગ 12 લાખ) થી વધુ નવી નોકરીઓનું સર્જન થવાનો અંદાજ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. શું છે આ GCCs?

ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) એ દુનિયાની મલ્ટીનેશનલ કંપનીઓ (MNCs) ના એવા ઈનોવેશન અને રિસર્ચ હબ હોય છે, જેને તેઓ પોતાના મુખ્ય દેશ બહાર સ્થાપિત કરે છે. 'ફોર્ચ્યુન 500' જેવી મોટી વિશ્વવિખ્યાત કંપનીઓ ભારતમાં પોતાના ઓફિસ સ્પેસ ખોલીને આ સેન્ટર્સ ચલાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કયા રાજ્યમાં કેટલી નોકરીઓનું થશે સર્જન?

CBRE મુજબ, 7 રાજ્યોએ ખાસ GCC પોલિસી બનાવી છે, જેનો રાજ્યવાર વિગતો નીચે મુજબ છે: કર્ણાટક: 500 GCCs સ્થાપવાનું લક્ષ્ય, જેનાથી 3.5 લાખ નોકરીઓ ઊભી થશે. મહારાષ્ટ્ર: 200 GCCs નો લક્ષ્યાંક, જેમાં 4 લાખ નવી નોકરીઓની તકો છે. રાજસ્થાન: 200 થી વધુ GCCs ની યોજના, જેનાથી 1.5 લાખ નોકરીઓની શક્યતા છે. ગુજરાત: 250 થી વધુ GCCs નું લક્ષ્ય અને 50,000 રોજગારીની તકોની અપેક્ષા. કેરળ: 80 GCCs નું લક્ષ્ય, જેનાથી 1.6 લાખ નોકરીઓ ઊભી થશે. હરિયાણા: 100 થી વધુ GCCs નો ટાર્ગેટ, જેનાથી 30,000 નોકરીઓ મળશે. મધ્ય પ્રદેશ: 50 થી વધુ GCCs સ્થાપીને 37,000 નોકરીઓ ઊભી કરવાનું લક્ષ્ય.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અન્ય રાજ્યોનો પણ સક્રિય પ્રયાસ

CBRE ના ચેરમેન અને CEO (ભારત, દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા) અંશુમન મેગેઝિને જણાવ્યું કે, રાજ્ય સરકારોએ જે ઝડપે ખાસ GCC પોલિસીઓ બનાવી છે, તેવી તેજી ભારતના કમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં અગાઉ ક્યારેય જોવા મળી નથી. રાજ્યો ખાસ ઈન્સેન્ટિવ્સ, ઝડપી મંજૂરીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચનો આપીને આ કંપનીઓને આકર્ષવા સ્પર્ધા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભારતના ટોચના 9 શહેરોમાં ઓફિસ સ્પેસ લીઝ પર લીધી

આ ઉપરાંત, તામિલનાડુએ GCC કર્મચારીઓ માટે ખાસ પ્રોત્સાહનો શરૂ કર્યા છે. તેલંગાણા અને દિલ્હીએ પણ પોલિસી ફ્રેમવર્ક અપનાવ્યું છે. અહેવાલ મુજબ, GCCs એ વર્ષ 2022 થી 2026 ના પ્રથમ 6 મહિના વચ્ચે ભારતના ટોચના 9 શહેરોમાં 123 મિલિયન સ્ક્વેર ફુટથી વધુ ઓફિસ સ્પેસ લીઝ પર લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IndiaJobs GCC Employment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ