ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Samsung-Xiaomiને ટક્કર આપશે Philips? ધાંસૂ ફીચર્સ સાથે નવો 5G ફોન કરશે લૉન્ચ, જાણો કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / Samsung-Xiaomiને ટક્કર આપશે Philips? ધાંસૂ ફીચર્સ સાથે નવો 5G ફોન કરશે લૉન્ચ, જાણો કિંમત

Last Updated: 06:49 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફિલિપ્સ ભારતમાં નવો 5G સ્માર્ટફોન S7221 લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેમાં 64MP કેમેરો, 120Hz ડિસ્પ્લે અને 5700mAh બેટરી જેવા ફીચર્સ હોવાની વિગત છે. જેની કિંમત 20,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે, પણ ઓફિશિયલ લોન્ચ ડેટ અને ભાવ હજુ જાહેર થયા નથી.

1/5

photoStories-logo

1. Philips S7221

ફિલિપ્સ નામ સાંભળતાં જ મોટાભાગના લોકોને ટીવી, બલ્બ કે જૂના ફીચર ફોનની યાદ આવે છે. હવે આ જ બ્રાન્ડ ફરી એકવાર ભારતીય સ્માર્ટફોન બજારમાં પોતાની હાજરી મજબૂત કરવા તૈયારી કરી રહી છે. જેમાં કંપનીનો નવો 5G સ્માર્ટફોન Philips S7221 લોન્ચ થવાની તૈયારીમાં છે અને તેની અમુક ડીટેલ અમેઝોન પર સામે આવી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેમેરા અને પ્રોસેસર

આ ફોનમાં 64 મેગાપિક્સલનો AI રિયર કેમેરો, 120Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે, 5700mAhની મોટી બેટરી અને 128GB તેમજ 256GB સ્ટોરેજના ઓપ્શન મળી શકે છે. રેમ માટે 6GB અને 8GBના ઓપ્શન હોવાની માહિતી છે. જેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવશે. જેમાં કંપનીની ઓફીશીયલ વેબસાઇટ પર 6.67 ઇંચની HD+ સ્ક્રીન અને ઓક્ટા-કોર પ્રોસેસરનો ઉલ્લેખ છે પણ ભારતમાં આવનારા વેરિયન્ટમાં કયો પ્રોસેસર હશે તે હજુ ક્લીયર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ફીચર

ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર અને Ultra Max Audio ફીચર પણ હશે. આ સાથે જ IP64 રેટિંગ મળશે, એટલે ધૂળ અને સામાન્ય પાણીના છાંટાથી રક્ષણ મળી શકે છે. અમેઝોન ઇન્ડિયા પર આ ફોનની માઇક્રોસાઇટ લાઇવ થઈ ગઈ છે અને તેને “લોન્ચિંગ સૂન” તરીકે બતાવવામાં આવ્યું છે. Notify Meનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે જેથી વેચાણ અમેઝોન દ્વારા જ થશે એવું સ્પષ્ટ થાય છે. જોકે કંપનીએ હજુ સુધી લોન્ચ ડેટ કે કિંમતની જાહેરાત કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કિંમત

અમુક રિપોર્ટ્સ અનુસાર આ ફોન 20,000 રૂપિયાથી ઓછી કિંમતે આવી શકે છે. જો ફિલિપ્સ આક્રમક કિંમતે તેને લોન્ચ કરે તો 64MP કેમેરો, 120Hz ડિસ્પ્લે, 5G અને મોટી બેટરીનું કોમ્બિનેશન બજેટ 5G સેગમેન્ટમાં આકર્ષક ઓપ્શન બની શકે છે. ભારતનું સ્માર્ટફોન બજાર પહેલેથી જ સેમસંગ, શાઓમી, વિવો, ઓપ્પો, રિયલમી અને મોટોરોલા જેવી કંપનીઓથી ભરેલું છે. એવામાં ફિલિપ્સનું જૂનું વિશ્વાસપાત્ર નામ આજના યુવાનોને આકર્ષી શકશે કે કેમ તે મોટો સવાલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ડેવલપમેન્ટ અને ડિસ્ટ્રિબ્યુશન

ઉલ્લેખનીય છે કે ભારતમાં ફિલિપ્સ મોબાઇલ બ્રાન્ડની હાજરી લાયસન્સ અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ દ્વારા છે. OSEL Devicesને વેચાણ અને પ્રમોશનના અધિકાર મળ્યા છે જ્યારે Zenotel India ડેવલપમેન્ટ અને ડિસ્ટ્રિબ્યુશનમાં સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

feature phones Philips S7221 smartphone launch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ