ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / લગ્ન પછીની પહેલી રક્ષાબંધન પર દેખાવું છે એકદમ ખાસ? આ ટ્રેન્ડી સાડી લુકથી મેળવો પરફેક્ટ તહેવારી અંદાજ

photo-story

7 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / લગ્ન પછીની પહેલી રક્ષાબંધન પર દેખાવું છે એકદમ ખાસ? આ ટ્રેન્ડી સાડી લુકથી મેળવો પરફેક્ટ તહેવારી અંદાજ

Last Updated: 04:29 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે લગ્ન પછી તમારું પ્રથમ રક્ષાબંધન ઉજવી રહ્યા હોવ, તો આ વખતે કંઈક ખાસ લુક ટ્રાય કરો. આકર્ષક અને ટ્રેન્ડી સાડીઓની પસંદગી કરો જે તમારા દેખાવમાં ચોક્કસપણે નિખાર લાવશે.

1/7

photoStories-logo

1. ફેસ્ટિવલ માટે ટ્રેન્ડી સાડી

જો લગ્ન પછી તમે પહેલીવાર તમારા ભાઈને રાખડી બાંધવા માટે તમારા પિયર જઈ રહ્યા હોવ, તો આ યાદી પર ચોક્કસ નજર નાખો. અમે સાડીની કેટલીક એવી લેટેસ્ટ અને ટ્રેન્ડી ડિઝાઇન્સ પસંદ કરી છે જે તમારા લુકમાં નિખાર લાવશે અને રાખડીના તહેવાર પર તમને અત્યંત આકર્ષક અને સુંદર દેખાડશે. આ વિવિધ શૈલીઓને ધ્યાનમાં રાખીને, અમે એવી સાડીઓની યાદી તૈયાર કરી છે જે તમારી 'દેશી' સુંદરતાને ખરેખર નિખારશે. તો આવો સાડીની આ સુંદર ડિઝાઇન્સ પર એક નજર કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ક્લાસિક ટિશ્યૂ સાડી

જો તમે તમારી પહેલી રાખડી માટે ક્લાસિક અને આકર્ષક લુક ઈચ્છતા હોવ, તો 'ટિશ્યૂ સાડી' એક સારી પસંદગી છે. ચમકદાર અને હળવા રંગની ટિશ્યૂ સાડી સાથે ભરતકામવાળું બ્લાઉઝ પહેરો. ઓછામાં ઓછા ઘરેણાં અને અંબોડામાં ગજરા લગાવીને તમે આ લુકને પરંપરાગત સ્પર્શ આપી શકો છો. તાજગીભર્યો દેખાવ જાળવી રાખવા અને તમારી કુદરતી સુંદરતાને નિખારવા માટે ન્યૂડ-ટોન મેકઅપ પસંદ કરો. આ ઉપરાંત, તમે સિલ્કની સાડી પણ પસંદ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. રોયલ લૂક વાળી વેલવેટ સાડી

જો તમે અનોખો અને શાહી લુક ઈચ્છતા હોવ, તો કાળા રંગની વેલ્વેટ સાડી એક ઉત્તમ પસંદગી છે. સોનેરી બોર્ડર ધરાવતી એક જ રંગની વેલ્વેટ સાડી પસંદ કરો અને લુકને સંતુલિત રાખવા માટે તેને સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે પહેરો. આકર્ષક ઈયરિંગ્સ અને હળવા કર્લ્સ સાથેનો આ અંદાજ અત્યંત ભવ્ય અને ક્લાસી લાગશે—બિલકુલ એવા જ લુકની જેમ જે કિયારા અડવાણીએ 'ટોક્સિક' ના પ્રમોશન દરમિયાન ધારણ કર્યો હતો, જેમાં તેની દેશી સુંદરતાએ સૌને પ્રભાવિત કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પેસ્ટલ શેડ વાળી ફ્લોરલ સાડી

જો તમને હળવા અને પેસ્ટલ રંગો પસંદ હોય તથા તમે એક સૌમ્ય અને સાદગીપૂર્ણ લુક ઈચ્છતા હોવ, તો ફ્લોરલ પેટર્નવાળી સાડી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. હળવા રંગો પરની ફ્લોરલ પ્રિન્ટ્સ આ આઉટફિટને સુંદર અને તાજગીભર્યો દેખાવ આપે છે. તેને કોન્ટ્રાસ્ટ રંગના બ્લાઉઝ અને ઓછામાં ઓછા ઘરેણાં સાથે પહેરવાથી એક ભવ્ય અને આકર્ષક લુક તૈયાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ભરતકામ વાળી સાડી

જો તમે તમારી પહેલી રાખડી માટે સંપૂર્ણપણે પરંપરાગત લુક ઈચ્છતા હોવ, તો તમે આવી ભરતકામવાળી સાડી પસંદ કરી શકો છો. ઘેરો લાલ કે મરૂન રંગ તમને નવપરિણીત દુલ્હન જેવો અંદાજ આપશે અને તમારા દેખાવમાં શાહી ઠાઠ ઉમેરશે. આ સાડી પર સોનેરી સિક્વિન્સ અથવા દોરાઓથી કરવામાં આવેલું ભવ્ય ભરતકામ તેને આકર્ષક અને ભવ્ય લુક આપે છે. તમે આ સાડી સાથે ખાસ આકર્ષક દાગીના અને પરંપરાગત હેરસ્ટાઇલ અપનાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સેક્વિનથી એડ કરો ગ્લેમર

જો તમને તમારા લુકમાં થોડું ડ્રામા અને ગ્લેમર પસંદ હોય, તો તમે સિક્વિન-વર્કવાળી સાડીમાંથી પ્રેરણા લઈ શકો છો. સોનેરી અથવા શેમ્પેઈન રંગની સાડીને સાદા બ્લાઉઝ સાથે પહેરો જેથી સાડીની સજાવટ જ ​​મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે. લાંબા ઈયરિંગ્સ અને સ્લીક હેરસ્ટાઈલ સાથે તમે આ લુકને વધુ આકર્ષક બનાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. પ્રી- ડ્રેપ્ડ સાડી

જે મહિલાઓને સાડીઓ ગમે છે પરંતુ તેને પહેરવાની (ડ્રેપ કરવાની) રીત ખબર નથી, તેઓ આ પ્રકારનો લુક અપનાવી શકે છે. હળવી અને 'પ્રી-ડ્રેપ્ડ' સાડી પસંદ કરો. તે માત્ર સંભાળવામાં જ સરળ નથી, પરંતુ તમારી સ્ટાઇલમાં આધુનિકતાનો સ્પર્શ પણ ઉમેરે છે. ખાસ કરીને જો તમે ભારે સાડીઓ પહેરવાનું ટાળવા માંગતા હોય, તો આ એક સારુ ઓપ્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Best saree look women celebrating Rakhi trendy saree looks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ