ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જન્માષ્ટમી 2026: આ તારીખે ઉજવાશે જન્મોત્સવ, જાણો પૂજાનું શુભ મુહૂર્ત

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / જન્માષ્ટમી 2026: આ તારીખે ઉજવાશે જન્મોત્સવ, જાણો પૂજાનું શુભ મુહૂર્ત

Last Updated: 10:50 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જન્માષ્ટમી 2026 આ વર્ષે 4 સપ્ટેમ્બરે શુક્રવારે ઉજવાશે અને મુખ્ય પૂજા મધ્યરાત્રિએ નિશીથ કાળમાં થશે. મથુરા-વૃંદાવનમાં વિશેષ જન્મોત્સવ થશે અને વ્રત પારણ 5 સપ્ટેમ્બરે સૂર્યોદય બાદ કરી શકાશે.

1/8

photoStories-logo

1. જન્માષ્ટમી

કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ નજીક આવી રહ્યું છે અને ભક્તોમાં તારીખ તથા પૂજાના શુભ સમયને લઈને ઉત્સુકતા વધી રહી છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિના સમયે થયો હતો. આથી જન્માષ્ટમી પર રાતના સમયે થતી પૂજા અને જન્મોત્સવનું વિશેષ મહત્વ મનાય છે. આ વખતે તારીખની સાથે મથુરા-વૃંદાવનમાં થનારા ઉત્સવને લઈને પણ ખાસ ચર્ચા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 4 સપ્ટેમ્બર

પંચાંગ મુજબ આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026 શુક્રવારે ઉજવાશે. અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બરની રાતથી શરૂ થઈને 5 સપ્ટેમ્બરની મધ્યરાત્રિની આસપાસ પૂરી થશે. ભગવાન કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ માનવામાં આવે છે, તેથી 4 સપ્ટેમ્બરની રાતે જ જન્મોત્સવની મુખ્ય પૂજા કરવામાં આવશે. જોકે અલગ-અલગ સંપ્રદાયોમાં તારીખને લઈને થોડો ફેરફાર જોવા મળી શકે છે. વૈષ્ણવ અને અમુક મંદિર પરંપરાઓમાં 5 સપ્ટેમ્બરે પણ જન્માષ્ટમીનું પાલન થઈ શકે છે. આથી વ્રત અને પૂજા કરનારા ભક્તો પોતાના સ્થાનિક પંચાંગ કેમંદિરની પરંપરા જરૂર જોઈ લે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. મથુરામાં જન્માષ્ટમી

ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ખાસ મનાય છે. અહીંયા મંદિરોમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો ચાલે છે અને રાતે ભગવાનના જન્મ સમયે વિશેષ પૂજા-અર્ચના થાય છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં 4 સપ્ટેમ્બરની રાતે જન્મોત્સવનું મુખ્ય આયોજન મધ્યરાત્રિની આસપાસ થશે. આ દરમિયાન ભગવાનના જન્મની ઝાંખી, અભિષેક, આરતી અને બીજા ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. વૃંદાવન

મથુરાની સાથે વૃંદાવનમાં પણ જન્માષ્ટમીનું પર્વ ધૂમધામથી ઉજવાય છે. અહીં મંદિરોમાં ભગવાન કૃષ્ણના બાળસ્વરૂપની વિશેષ પૂજા થાય છે અને ભક્તો રાતે દર્શન તથા ભજન-કીર્તન માટે પહોંચે છે. વૃંદાવન અને બ્રજ ક્ષેત્રમાં જન્માષ્ટમીના બીજા દિવસે નંદોત્સવની પરંપરા પણ વિશેષ મહત્વની છે. આ દિવસે ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં નંદ બાબાના ઘરે ઉત્સવ મનાવવાની માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. નિશીથ કાળ

જન્માષ્ટમીની પૂજામાં નિશીથ કાળને સૌથી મહત્વનો માનવામાં આવે છે કેમ કે આ જ સમયે ભગવાન કૃષ્ણના જન્મનું પૂજન થાય છે. મથુરા માટે પંચાંગ મુજબ 4 સપ્ટેમ્બરની રાતે 11:56 થી 5 સપ્ટેમ્બરની રાતે 12:41 સુધી નિશીથ પૂજાનો સમય રહેશે. આ દરમિયાન ભક્તો અભિષેક, પૂજન અને આરતી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. રોહિણી નક્ષત્ર

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગમાં થયો હતો. 2026માં 4 સપ્ટેમ્બરે રોહિણી નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. વ્રત રાખનારાઓ માટે પારણનો સમય પણ મહત્વનો છે. પંચાંગ મુજબ 5 સપ્ટેમ્બરે સૂર્યોદય બાદ વ્રત પારણ કરી શકાય છે. મથુરા માટે આ સમય સવારે આશરે 6 વાગ્યા બાદનો જણાવાયો છે. જોકે અમુક લોકો મધ્યરાત્રિએ પૂજા પૂર્ણ કરીને વ્રત ખોલે છે. આ પરંપરા સંપ્રદાય અને સ્થાનિક માન્યતા મુજબ અલગ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. બાળસ્વરૂપની પૂજા

જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપની પૂજાનો સંકલ્પ લેવામાં આવે છે. રાતે નિશીથ કાળમાં બાળ ગોપાલનો પંચામૃતથી અભિષેક કરીને નવા વસ્ત્ર પહેરાવવામાં આવે છે. બાદમાં માખણ-મિશ્રી, ફળ અને બીજા સાત્ત્વિક ભોગ અર્પણ કરીને શંખ વગાડીને આરતી કરવામાં આવે છે. જેમાં ભગવાનને પાલણામાં ઝુલાવવાની પણ પરંપરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami Lord Krishna Shri Krishna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ