ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નીરજા ગુપ્તાની મુશ્કેલી વધી, હાઈકોર્ટના નિવૃત જજ કરશે કૌભાંડની તપાસ, 3 મહિનામાં સોંપશે રિપોર્ટ
Last Updated: 07:33 PM, 29 August 2026
ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરેલા કૌભાંડની તપાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમમાં કૌભાંડ મુદ્દે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં આ કમિટીની રચના કરવામાં આવી છે.નોંધનીય છે કે, જુની સમિતીએ યુનિવર્સિટીને બંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો છે. 20 દિવસ સુધી 3 સભ્યની કમિટીએ તપાસ કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
ADVERTISEMENT
NSUIની આંદોલનની ધમકી
અગાઉ NSUI દ્વારા નીરજા ગુપ્તા સામે FRI દાખલ કરવા માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, અને જો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો NSUI નું આંદોલન વધુ ઉગ્ર બનશે. આ મામલે જો સમયમર્યાદામાં કોઈ સંતોષકારક પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવશે તેવી ચીમકી પણ સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, કૃષિ સાધનોની ખરીદીના સમયમાં વધારો કરાયો, જીતુ વાઘાણીનું એલાન
શું છે કેસ?
ADVERTISEMENT
નીરજા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યા બાદ UGCના નિયમોની અવગણના કરીને પોતાના મળતિયા એવા 10 લોકોને ડિરેક્ટર જેવા ઉચ્ચ પદો પર ગોઠવી દીધા હતા. આ લોકોને કુલપતિના પોતાના પગાર કરતા પણ વધુ મહેનતાણું વિદ્યાર્થીઓની ફીના નાણાંમાંથી ચૂકવવામાં આવતું હોવાનો દાવો પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.