ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના પ્રવાસીનો પરિવાર સાથે થયો સંપર્ક, નેપાળમાં સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા થઈ 24

આફત / અમરેલીના પ્રવાસીનો પરિવાર સાથે થયો સંપર્ક, નેપાળમાં સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા થઈ 24

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 05:35 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં આવેલા વિનાશકારી પૂરમાં સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા 24 થઈ છે.

ADVERTISEMENT

નેપાળમાં આવેલા પૂરમાં ઘણા ગુજરાતીઓ પણ ગુમ થયાં છે હજુ સુધી તેમની જાણકારી મળી નથી. સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા 24 થઈ છે. માત્ર એક જ પરિવારનો સંપર્ક થઈ શક્યો છે. અમરેલીના પ્રવાસીનો તેના પરિવાર સાથે સંપર્ક થયો છે. પરિવારે વહીવટી તંત્રને સંપર્ક થયો હોવાની માહિતી આપી હતી.

આણંદનું કપલ પણ ગુમ

નેપાળમાં આવેલા પ્રલયમાં આણંદનું દંપતી લાપતા બન્યું છે. વિમલ પટેલ અને તેમના પત્ની જૈમીના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સથી નેપાળ ફરવા ગયા હતા ત્યાર બાદ નેપાળ પ્રવાસેથી તેઓ કૈલાશ માનસરોવાર યાત્રાએ નીકળ્યું હતું અને ચીનના વીઝા લેવા ગયા હતા. ગત રવિવારે પરિવારે દંપતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રવિવાર પછીથી વિમલ પટેલ અને જૈમીના પટેલનો કોઈ સંપર્ક નથી.

43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત

નેપાળમાં મહાવિનાશક પૂર આવ્યું છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક લોકો યાત્રાએ ગયા હતા જોકે તેમાં સલામત હોવાનું જણાવાઈ રહ્યું છે. કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે.

વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, કૃષિ સાધનોની ખરીદીના સમયમાં વધારો કરાયો, જીતુ વાઘાણીનું એલાન

ફ્રેન્ડશિપ બ્રિજ પસાર કર્યો પછી આવ્યું પૂર

યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ-ચીનનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો. બ્રિજ પાર કર્યાના આશરે 8 કલાક બાદ વિસ્તારમાં અચાનક વિનાશક પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં ફ્રેન્ડશિપ બ્રિજ તણાઈ ગયો હોવાના અહેવાલ છે. યાત્રાળુઓ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાની માહિતી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nepal floods nepal flash floods

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ