ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:26 PM, 29 August 2026
1/6
શેરબજારમાં સીધું રોકાણ ન કરતા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. જોકે, બજારના ઉતાર-ચઢાવ વચ્ચે ઘણીવાર ફંડ્સમાં અપેક્ષા મુજબનું રિટર્ન મળતું નથી. ખાસ કરીને જ્યારે બજારમાં મંદી કે ફ્લેટ ટ્રેન્ડ હોય ત્યારે વળતર ઓછું થઈ શકે છે. જો તમે દર મહિને ₹5,000 ની SIP કરો છો, તો આગામી 5 વર્ષમાં જુદા જુદા ફંડ્સ અને વ્યાજદરના આધારે કેટલું ફંડ તૈયાર થઈ શકે છે, તે અંગેનું સરળ ગણિત અહીં રજૂ કરવામાં આવ્યું છે.
2/6
લાર્જ કેપ ફંડ્સ દેશની સૌથી મોટી અને મજબૂત કંપનીઓમાં રોકાણ કરે છે. આમાં સરેરાશ 10% થી 12% સુધીના વળતરની અપેક્ષા રાખવામાં આવે છે. 10% રિટર્નના આધારે: 5 વર્ષમાં તમારું કૂલ રોકાણ ₹3,00,000 થશે અને અંદાજિત કૂલ રકમ ₹3,85,859 થશે. 12% રિટર્નના આધારે: 5 વર્ષ બાદ આ રકમ વધીને ₹4,05,518 થઈ શકે છે.
ADVERTISEMENT
3/6
મધ્યમ કદની કંપનીઓમાં રોકાણ કરતા આ ફંડ્સમાં જોખમ અને રિટર્ન બંને લાર્જકેપ કરતા થોડા વધારે હોય છે. આમાં સામાન્ય રીતે 12% થી 15% સરેરાશ રિટર્નનો અંદાજ લગાવાય છે. 15% રિટર્નના આધારે: જો કોઈ મિડકેપ ફંડ 5 વર્ષમાં સરેરાશ 15% રિટર્ન આપે, તો કુલ રકમ ₹4,36,710 થશે. જેમાં તમારો નફો ₹1,36,710 રહેશે.
4/6
નાની કંપનીઓમાં રોકાણ કરતા સ્મોલકેપ ફંડ્સમાં સૌથી વધુ જોખમ હોય છે, પરંતુ લાંબા ગાળે તે 20% થી 25% સુધીનું ઊંચું રિટર્ન પણ આપી શકે છે. 20% રિટર્નના આધારે: ₹5,000 ની SIP પર 5 વર્ષ પછી આશરે ₹4,93,520 મળી શકે છે. 25% રિટર્નના આધારે: જો ફંડ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને 25% રિટર્ન આપે તો આ રકમ ₹5,56,833 સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
5/6
દરેક ફંડના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. લાર્જકેપ: બજારના જોખમો ઓછા હોય છે. બજારમાં ઘટાડો આવે તો પણ આ ફંડ્સ ઝડપથી રિકવર થઈ જાય છે. મિડકેપ: લાર્જકેપ કરતા થોડું વધુ જોખમ, પરંતુ રિટર્નની શક્યતા વધુ. સ્મોલકેપ: સૌથી વધુ જોખમી. સતત 1-2 વર્ષ સુધી આ ફંડ્સ નેગેટિવ કે ખૂબ ઓછું રિટર્ન પણ આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ