ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 સપ્ટેમ્બરથી બદલાશે 7 મોટા નિયમ, LPG e-KYCથી લઈને ITR સુધી, જાણો શું બદલાશે

photo-story

8 ફોટો ગેલેરી

મોટા ફેરફારો / 1 સપ્ટેમ્બરથી બદલાશે 7 મોટા નિયમ, LPG e-KYCથી લઈને ITR સુધી, જાણો શું બદલાશે

Last Updated: 05:49 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

1 સપ્ટેમ્બર 2026થી સામાન્ય નાગરિકોના દૈનિક જીવન અને નાણાકીય બાબતો સાથે જોડાયેલા 7 મોટા નિયમોમાં મહત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે.

1/8

photoStories-logo

1. 1 સપ્ટેમ્બરથી બદલાશે 7 મોટા નિયમ, LPG e-KYCથી લઈને ITR સુધી, જાણો શું બદલાશે

ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાની સાથે જ 1 સપ્ટેમ્બર 2026થી દેશમાં સામાન્ય નાગરિકો, કરદાતાઓ અને મુસાફરો સાથે જોડાયેલા અનેક પ્રશાસનિક તથા નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ નવા નિયમોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા, ઘરના બજેટ અને દૈનિક જીવનશૈલી પર પડશે. પેનલ્ટી કે અન્ય કોઈ મુશ્કેલીથી બચવા માટે આ 7 મોટા ફેરફારો વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે..

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન સ્ટેમ્પમાંથી મુક્તિ

વિદેશ યાત્રા કરતા મુસાફરો માટે 1 સપ્ટેમ્બરથી એરપોર્ટ પર પ્રક્રિયા વધુ સરળ બનશે. બ્યુરો ઓફ ઇમિગ્રેશનના નવા દિશાનિર્દેશો મુજબ હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની જરૂર રહેશે નહીં. મુસાફરો પોતાના મોબાઈલમાં ઈ-બોર્ડિંગ પાસ (e-Boarding Pass) કે તેની પ્રિન્ટ બતાવીને મુસાફરી કરી શકશે. આનાથી સમયની બચત થશે અને સ્ટેમ્પ ઝાંખો થવા કે ખોવાઈ જવાની વિટંબણામાંથી મુક્તિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. LPG ઈ-કેવાયસી (e-KYC) ની છેલ્લી તારીખ

ઘરેલુ એલપીજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 31 ઓગસ્ટ સુધી ઈ-કેવાયસી કરાવવું અત્યંત જરૂરી છે. ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈ-કેવાયસી માટેની સમયમર્યાદા 31 ઓગસ્ટ નક્કી કરી છે. જો આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ નહીં થાય તો 1 સપ્ટેમ્બરથી ગેસ સબસિડી અથવા સિલિન્ડરના સપ્લાય પર અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. LPG, CNG, PNG અને ATF ના નવા ભાવ

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા દર જાહેર કરે છે. 1 સપ્ટેમ્બરના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર તેમજ 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), સીએનજી અને પીએનજીના દરો પણ પુનઃનિર્ધારિત થશે, જેની સીધી અસર હવાઈ ભાડાં અને વાહનવ્યવહારના ખર્ચ પર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ

જે કરદાતાઓને ઓડિટ કરાવવાની જરૂર નથી (બિન-ઓડિટ કેસ) અને જેઓ વ્યાપાર કે વ્યવસાયમાંથી આવક મેળવે છે, તેમના માટે આકારણી વર્ષ 2026-27નું ઈનકમ ટેક્સ રિટર્ન (ITR Form 3 અને 4) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે. નિયત સમયમર્યાદા બાદ રિટર્ન ફાઈલ કરવા પર લેટ ફી અને દંડ ચૂકવવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ અને નીતિમાં ફેરફાર

1 સપ્ટેમ્બર 2026થી અમેરિકન એક્સપ્રેસ ભારતમાં પ્લેટિનમ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ પર મળતા માઈલસ્ટોન રિવોર્ડ્સમાં કાપ મૂકી રહ્યું છે. આ અંતર્ગત ₹1.9 લાખના ખર્ચ પર મળતા 7500 વધારાના મેમ્બરશિપ પોઈન્ટ્સ બંધ થશે. સાથોસાથ એક્સિસ બેંકે પણ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમો અને શરતોમાં સુધારા કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ખાંડના સ્ટોક પર સરકારી નિયંત્રણ

બજારમાં ભાવવધારાને નિયંત્રિત કરવા માટે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે ખાંડના જથ્થાબંધ વેપારીઓ પર સ્ટોક લિમિટ લાગુ કરી છે. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી અમલી બનનારા આ નિયમ મુજબ, દર મહિને 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો વપરાશ કરતા વ્યવસાયો મહત્તમ 15 દિવસની જરૂરિયાત જેટલો જ સ્ટોક રાખી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. બેંક ફિક્સ્ડ ડિપોઝિટના નિયમોમાં પારદર્શિતા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની નવી માર્ગદર્શિકા મુજબ બેંકિંગ સિસ્ટમમાં વધુ પારદર્શિતા લાવવા માટે ફેરફારો કરાયા છે. 1 સપ્ટેમ્બરથી બેંકોએ ₹3 કરોડ કે તેથી વધુની બલ્ક એફડી (Bulk FD) પરના વ્યાજદરો દરરોજ સવારે 10.10 વાગ્યા સુધીમાં સત્તાવાર વેબસાઈટ પર સાર્વજનિક કરવા પડશે. આ નિયમ 1 ઓક્ટોબર 2026થી પૂર્ણપણે અમલી બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

September1 LPGeKYC RuleChanges
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ