ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / ભાવનગરના સમાચાર / ભાવનગર નકલી દારૂકાંડમાં મોટું અપડેટ, વધુ 6 આરોપીઓની ધરપકડ, 9 દિવસના રિમાન્ડ પર
Last Updated: 07:06 PM, 29 August 2026
ADVERTISEMENT
નકલી દારૂકાંડમાં વધુ 6 આરોપીઓની ધરપકડ થઈ છે. ધરપકડ બાદ તમામ 6 આરોપીઓને 4th એડિશનલ ધર્મેન્દ્ર જોશીની કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આ રીતે હવે કુલ 37 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
મુખ્ય આરોપી રઈસની પણ ધરપકડ થઈ ચૂકી છે
ઉલ્લેખનીય છે કે કૌભાંડના મુખ્ય આરોપી રઈસની મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. મિથેનોલયુક્ત ઝેરીલો દારૂ બનાવીને લોકોના જીવ જોખમમાં મૂકનારા આ નેટવર્કનો પર્દાફાશ થતાં અત્યાર સુધીમાં 13થી વધુ લોકોના મોત થયા છે. મુખ્ય આરોપી પકડાતા હવે દારૂના આ કાળા કારોબાર સાથે જોડાયેલા અન્ય આરોપીઓ અને સમગ્ર સપ્લાય ચેઇનના રાઝ ખુલવાની પૂરી શક્યતા છે.
ADVERTISEMENT
ઉજ્જેનથી લાવ્યાં હતા દારુ
આરોપી ગૌતમ સોલંકીએ કબૂલાત કરી હતી કે તે મનોજ નામના શખસ મારફતે મુખ્ય આરોપી રઈસના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. રઈસ અને તેનો સાથી ઝુબેર અમદાવાદ તથા ઉજ્જૈનથી દારૂ બનાવવા માટેનો કાચો માલ, ખાલી બોટલો, સ્ટીકરો, ઢાંકણા અને અતિ જોખમી એવું મિથેનોલ રસાયણ લાવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.