ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પ્રેમિકાના મોબાઈલમાં વીડિયો કોલ આવતા પ્રેમીએ ધારિયાના ઘા માર્યાં, વડોદરામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
Last Updated: 07:16 PM, 29 August 2026
ADVERTISEMENT
વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયાના ગુતાલ ગામે થયેલી મહિલાની ચકચારી હત્યા અને લાશ સળગાવવાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધમાં તકરાર થતાં પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હોવાનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
ખેતરની ઓરડીમાંથી મળી હતી મહિલાની લાશ
25 ઓગસ્ટના રોજ વાઘોડિયાના ગુતાલ ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાંથી એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં સ્થળ પરથી મળેલા પર્સ અને આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ સાવલીના દેવનગરના રહેવાસી લક્ષ્મીબેન ગીરીશભાઈ રોહીત તરીકે થઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજ તપાસતા મૃતક લક્ષ્મીબેન એક બાઇક પર સાવલીના પરસવા ગામના વિષ્ણુ રતીલાલ મડવાણા સાથે જતા નજરે પડ્યા હતા. પોલીસે શંકાસ્પદ વિષ્ણુની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, કૃષિ સાધનોની ખરીદીના સમયમાં વધારો કરાયો, જીતુ વાઘાણીનું એલાન
પ્રેમસંબંધમાં તકરાર બાદ હત્યા
ADVERTISEMENT
આરોપી અને મૃતક બંને મંજુસરની એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા અને છેલ્લા દોઢ મહિનાથી પ્રેમ સંબંધમાં હતા. પ્રેમ સંબંધ બાબતે તકરાર ચાલતી હોવાથી 25 ઓગસ્ટે આરોપી વિષ્ણુ લક્ષ્મીબેનને બાઇક પર બેસાડી ગુતાલ ગામના અવાવરૂ ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં આવેશમાં આવીને તેણે લોખંડના ધારિયાથી માથામાં ઘા મારી લક્ષ્મીબેનની હત્યા કરી દીધી, ત્યારબાદ લાશને ઓરડીમાં ઢાંકી દીધી હતી અને બીજા દિવસે ઓળખ છુપાવવા તથા પુરાવાનો નાશ કરવા ડાંગરના ઘાસના પુળા વચ્ચે લાશને સળગાવી દીધી હતી. આરોપી વિષ્ણુ મડવાણા સામે અગાઉ પણ ચોરી સહિતના 12 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ હત્યા સમયે ચોરીનો ફોન અને બાઈકનો ઉપયોગ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.