ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / FSSAIએ એવરેસ્ટ અને લાલજી ગોધુની હીંગ પર મૂક્યો પ્રતિબંધ, લેબ ટેસ્ટમાં નાપાસ

કાર્યવાહી / FSSAIએ એવરેસ્ટ અને લાલજી ગોધુની હીંગ પર મૂક્યો પ્રતિબંધ, લેબ ટેસ્ટમાં નાપાસ

Last Updated: 09:32 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FSSAIએ લેબ ટેસ્ટમાં ખરાબ ક્વોલીટીના સેમ્પલ મળ્યા બાદ એવરેસ્ટ અને લાલજી ગોધુની હીંગ પાવડર વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને કંપનીઓને ક્વોલીટી સુધારવા માટે કાર્યયોજના રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ અને લાલજી ગોધુને હીંગ પાવડર વેચવાથી રોકી દીધા છે. જેમાં લેબ ટેસ્ટમાં આ કંપનીઓના હીંગ પાવડરના સેમ્પલ બકવાસ ગુણવત્તાવાળા મળ્યા હતા આથી ખાદ્ય નિયમનકારે આ કાર્યવાહી કરી છે.

FSSAIએ એવરેસ્ટના કિસ્સામાં હીંગ પાવડરની બધી પ્રકારના વેચાણ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરી દીધી છે. પ્રાથમિક ખાદ્ય પ્રયોગશાળાના વિશ્લેષકે મિક્સ્ડ હીંગના નમૂનાઓને માનકો અનુસાર નહીં મળતા જણાવ્યા અને ખોટી બ્રાન્ડિંગ પણ મળી હતી. આલ્કોહોલમાં દ્રાવ્ય અર્કની માત્રા નિર્ધારિત માનક મુજબ ઓછામાં ઓછી પાંચ ટકા હોવી જોઈએ પણ તે શૂન્ય ટકા મળી હતી. પીળા અને કાળા હીંગ પાવડરના નમૂનાઓમાં પણ આ માત્રા અનુક્રમે 3.29 ટકા અને 4.4 ટકા જોવા મળી જે સ્ટાન્ડર્ડથી ઓછી છે.

FSSAIએ એવરેસ્ટને સારી ક્વોલીટીવાળા ઉત્પાદનોની વેચાણ સુનિશ્ચિત કરવા માટે કાર્યયોજના રજૂ કરવાનું કહ્યું છે. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો કંપની પોતાની ભૂલો સુધારવામાં નિષ્ફળ જાય તો વધુ કાર્યવાહી થશે.

લાલજી ગોધુના કિસ્સામાં કંપનીને હીંગ પાવડર વેચવાથી રોકી દેવામાં આવી છે કેમ કે તપાસમાં તે ખરાબ અને મિલાવટવાળું મળ્યું હતું. કમ્પાઉન્ડેડ હીંગ બનાવવામાં વપરાતી કાચી હીંગની જાતોના સેમ્પલમાં જરૂર કરતાં વધુ સ્ટાર્ચ હોવાને કારણે તે બકવાસ ક્વોલીટીવાળા માનવામાં આવ્યા. હીંગમાં સ્ટાર્ચની માત્રા વજનના હિસાબે એક ટકાથી વધુ ન હોવી જોઈએ.

વધુ વાંચો : નેપાળની તબાહી પહેલાં હિમાલયમાં આ ગ્લેશિયર તૂટ્યો હતો, ડ્રોન કેમેરામાં કેદ થયો Video

FSSAIએ લાલજી ગોધુને પણ ઈમ્પ્રુવમેન્ટ માટે કાર્યયોજના રજૂ કરવાનું અને માત્ર સારી ક્વોલીટીવાળા ઉત્પાદનોનું ઉત્પાદન તથા વેચાણ સુનિશ્ચિત કરવાના પગલાં લેવાનું કહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FSSAI Lalji Godhu Hing Everest Hing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ