ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું, રસુવા-નુવાકોટ-ધાદિંગમાં એલર્ટ; 675 મોત, 2,400થી વધુ લોકો લાપતા

Nepal Floods / ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું, રસુવા-નુવાકોટ-ધાદિંગમાં એલર્ટ; 675 મોત, 2,400થી વધુ લોકો લાપતા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:16 AM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Floods Live Updates: ભોટેકોશી નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થયા બાદ નેપાળના ત્રણ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

Nepal Floods Live Updates: ભોટેકોશી નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થયા બાદ નેપાળના ત્રણ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર વચ્ચે ભારતે નેપાળને 11ટન રાહત સામગ્રીનો ચોથો જથ્થો મોકલ્યો છે. અત્યાર સુધીમાં પૂરમાં 675 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 2400 થી વધુ લોકો ગુમ છે.

નેપાળમાં ભોટેકોશી નદીમાં પાણીનો પ્રવાહ વધવાના વાત સાંભળ્યા બાદ રાસુવા, નુવાકોટ અને ધાડિંગના નદી કિનારાના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. નેપાળની રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળે આ અંગે જાણકારી આપી છે. દરમિયાન ભારતે નેપાળને રાહત સામગ્રીનો ચોથો જથ્થો મોકલ્યો છે. 11 ટન પુરવઠો લઈને એક C-130 લશ્કરી વિમાન રવાના થયું છે, જેમાં ડીએનએ પરીક્ષણ માટે સર્ચ-રેસક્યૂ અને બચાવ સાધનો અને ફોરેન્સિક નિષ્ણાતો સાથેની ટેકનિકલ ટીમ પણ સામેલ છે.

નોધનીય છે કે, 26 ઓગસ્ટના નેપાળ-તિબેટ સરહદ પર આવેલા ભયંકર પૂરમાં 675 લોકોના મોત થયા છે, જ્યારે 2400 થી વધુ લોકો ગુમ છે. હાલમાં ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશનમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. 275 થી વધુ ભારતીયો હજુ પણ ગુમ છે, જ્યારે 108 ને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય મૂળના 128 લોકો હજુ પણ ગુમ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ National / નેપાળના વિનાશક પૂરમાં મૃતકોની ઓળખ માટે NFSUની ટીમ રવાના, DNA ટેસ્ટથી પરિવારજનોને મળશે મૃતદેહ

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસમાં 598 ભારતીય નાગરિકો ચીનથી સુરક્ષિત રીતે નેપાળ પહોંચ્યા છે. હાલમાં ચીન બાજુ લગભગ 900 ભારતીયો છે, જે બધા સુરક્ષિત છે. ભારતે C-130 જે વિમાન દ્વારા નેપાળમાં 11 ટન રાહત પુરવઠાનો ચોથો જથ્થો મોકલ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhotekoshi River Nepal Flood Crisis Nepal flood news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ