ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મોહન ભાગવતે કહ્યું- ‘ભારતના DNAમાં એકતા અને વિવિધતા’, ભારતીય સમુદાયને આપ્યો ખાસ સંદેશ
Last Updated: 09:05 AM, 30 August 2026
ADVERTISEMENT
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ત્યાં ભારતીય પ્રવાસિઓને સંબોધિત કર્યા. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છે. આરએસએસ વડાએ કહ્યું કે દરેક દેશની એક ખાસ ફરજ છે. તેમણે કહ્યું કે જ્યારે અમેરિકાની ચર્ચા થાય છે, ત્યારે વાતચીતમાં બહુલતાવાદ શબ્દ વારંવાર આવે છે. જોકે જ્યારે ભારતની ચર્ચા થાય છે, ત્યારે સૌથી વધુ ચર્ચાતો વિષય વિવિધતામાં એકતા છે.
ADVERTISEMENT
#WATCH | New York, US | At the Universal Oneness Celebration, RSS Chief Mohan Bhagwat says, "Bharat is there to realise and from time to time make the world realise Unity in diversity. We are one and due to diversity, that oneness is decorated..."
— ANI (@ANI) August 29, 2026
(Source: Universal Oneness… pic.twitter.com/r3cwHeEOqS
મોહન ભાગવતે કહ્યું કે ભારતના લોકો માટે આ એકતા અને વિવિધતા તેમના DNA માં મૂળમાં વસેલી છે. તેમણે વધુમાં કહ્યું કે દરેક દેશની એક ખાસ ફરજ છે. જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, દરેક દેશનું પોતાનું એક અનોખું ભાગ્ય હોય છે, જે તેણે પૂર્ણ કરવું જોઈએ.
ADVERTISEMENT
એકતા અને વિવિધતા ભારતના DNAમાં છે: મોહન ભાગવત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 30, 2026
RSS વડા મોહન ભાગવતનું અમેરિકામાં સંબોધન
ધર્મ ફક્ત પૂજા નથી, જીવનને સંતુલિત રાખવાનો નિયમ છે
સાચી વિચારસરણી માણસને ભગવાનની નજીક લઈ જાય છે
ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 5,000થી વધુ ભારતીય મૂળના અમેરિકનોની હાજરી#MohanBhagwat… pic.twitter.com/pbwqApnRpC
વિવિધતાની ઉજવણી કરવી જોઈએ: ભાગવત
ADVERTISEMENT
આરએસએસ વડાએ કહ્યું કે ભારતની નિયતિ વિશ્વને એ અહેસાસ કરાવવાનું છે કે વિવિધતામાં એકતા છે. તેમણે કહ્યું, "ભારતની નિયતિ શું છે? ભારતનું કામ આને સમજવાનું છે અને સમય સમય પર વિશ્વને વિવિધતામાં એકતાનો અહેસાસ કરાવવાનું છે. આપણે એક છીએ, અને વિવિધતા જ તે એકતાને વધારે છે. તેથી વિવિધતાની ઉજવણી કરવી જોઈએ."
#WATCH | New York, US | At the Universal Oneness Celebration, RSS Chief Mohan Bhagwat says, "There are many names in many Bhartiya traditions, but it is the truth that connects us all. In spite of our different bodies, different attires, different worships, everything being… pic.twitter.com/KwUh2rBI4D
— ANI (@ANI) August 29, 2026
ADVERTISEMENT
"કોઈ નર કરની કરે તો નર નો નારાયણ બની જાય"
યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે મનુષ્યોમાં વિચારવાની ક્ષમતા હોય છે, અને આ તેમની વિશેષતા બની જાય છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓ કઈ દિશામાં વિચારે છે. તેમણે કહ્યું કે જો તમે યોગ્ય રીતે વિચારો છો તો તમે ભગવાનની નજીક જાઓ છો, અને જો તમે ખોટું વિચારો છો, તો તમે પશુતાની નજીક જાઓ છો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Nepal Floods / ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું, રસુવા-નુવાકોટ-ધાદિંગમાં એલર્ટ; 675 મોત, 2,400થી વધુ લોકો લાપતા
તેમણે કહ્યું કે સમાજમાં બે પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે. એક પ્રકૃત્તિ જીઓ અને જીવવા દો, અને બીજું છે જ્યાં વ્યક્તિ ફક્ત તેમને જ જીવવા દેવા માંગે છે જેઓ તેની વાત માને છે. ભાગવતે કહ્યું કે જેઓ ફક્ત તેમની શરતો સ્વીકારે છે તેમને જ સંરક્ષણ આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ