ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:38 AM, 30 August 2026
ADVERTISEMENT
નેપાળ બાદ હવે ચીનમાં પણ કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે.ચીન-નેપાળ સરહદ નજીક ગ્યિરૉંગ પોર્ટ પાસે ભયાનક ભૂસ્ખલન થયું છે.આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયા છે જ્યારે 49 ભારતીયો સહિત 546 લોકો લાપતા છે. 26 ઓગસ્ટે આવેલા ભૂસ્ખલન બાદ ચીનના શિજાંગ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો લાપતા થયા છે. સ્થાનિક સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 16 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 546 લોકો હજુ લાપતા છે. લાપતા લોકોમાં 49 ભારતીય નાગરિકો પણ સામેલ છે. ચીનમાં 23 દેશોના કુલ 261 વિદેશી નાગરિકો વિશે હજુ માહિતી મળી નથી.
ADVERTISEMENT
ચીનના શિજાંગ સ્વાયત્ત વિસ્તારમાં ચીન-નેપાળ સરહદ નજીક ગ્યિરૉંગ પોર્ટ પર 26 ઓગસ્ટે ભયાનક ભૂસ્ખલન આવ્યું હતું. આ ઘટનામાં પહાડ પરથી ઝડપથી કાદવ, પથ્થરો અને કાટમાળ નીચે આવ્યો હતો. ચીની અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટનામાં લગભગ 0.7 ચોરસ કિલોમીટર વિસ્તાર પ્રભાવિત થયો અને 27 ઇમારતો તથા અન્ય સુવિધાઓને નુકસાન થયું છે. રાહત અને બચાવ ટીમો સતત કાટમાળમાં લાપતા લોકોને શોધી રહી છે.
ADVERTISEMENT
ચીનની સ્થાનિક સરકારે જણાવ્યું છે કે શનિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 16 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. આ સાથે 546 લોકો હજુ લાપતા છે. બચાવ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક તબક્કામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી તમામ લાપતા લોકો અંગે માહિતી મળી નથી. ખરાબ હવામાન અને મુશ્કેલ પહાડી વિસ્તારને કારણે બચાવ કામગીરી પણ પડકારજનક બની છે.
ADVERTISEMENT
આ કુદરતી આફતમાં માત્ર ચીનના લોકો જ નહીં પરંતુ અનેક દેશોના નાગરિકો પણ લાપતા થયા છે. ચીની અધિકારીઓના જણાવ્યા મુજબ 23 દેશોના કુલ 261 વિદેશી નાગરિકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. તેમાં નેપાળના 104 અને ભારતના 49 નાગરિકો સામેલ છે. આ ઉપરાંત લાતવિયાના 33 અમેરિકા 18 અને બ્રિટનના 15 નાગરિકો પણ લાપતા હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું, રસુવા-નુવાકોટ-ધાદિંગમાં એલર્ટ; 675 મોત, 2,400થી વધુ લોકો લાપતા
ADVERTISEMENT
ચીની અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટનાનું કારણ નેપાળ તરફના ઊંચા પહાડી વિસ્તારમાં ગ્લેશિયર તૂટવું હોવાનું સામે આવ્યું છે. 26 ઓગસ્ટે નેપાળના લંગટાંગ લિરુંગના દક્ષિણ ઢોળાવ પર આશરે 5,200 મીટરની ઊંચાઈએ ગ્લેશિયરમાં તિરાડ પડી હતી. ત્યારબાદ બરફ અને પથ્થરોનો મોટો જથ્થો નીચે આવ્યો અને લગભગ 22 કિલોમીટર સુધી ઝડપથી આગળ વધીને ચીનના ગ્યિરૉંગ પોર્ટ સુધી પહોંચ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ હતી.
ADVERTISEMENT
ચીનની આ દુર્ઘટના પહેલાં નેપાળમાં પણ ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલા પૂર અને કાટમાળે ભારે વિનાશ સર્જ્યો હતો. તાજેતરના અહેવાલો મુજબ નેપાળમાં મૃત્યુઆંક 675 સુધી પહોંચી ગયો છે જ્યારે 2,498 લોકો લાપતા છે. ચીન અને નેપાળ બંને તરફની આફતને કારણે કુલ મૃત્યુઆંક 691 સુધી પહોંચી ગયો છે અને હજારો લોકો હજુ લાપતા છે. બંને દેશોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ