ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નારગોલમાં દારૂબંધી હળવી કરવાની માગ, ખુદ સરપંચે નિયંત્રિત મંજૂરી સાથે છૂટ આપવા CMને રજૂઆત કરી

વલસાડ / નારગોલમાં દારૂબંધી હળવી કરવાની માગ, ખુદ સરપંચે નિયંત્રિત મંજૂરી સાથે છૂટ આપવા CMને રજૂઆત કરી

Published By: Vishal Khamar
Reported By: Manav Thakor

Last Updated: 10:54 AM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે વલસાડના નારગોલમાંથી એક અલગ જ માંગ ઉઠી છે. વર્ષોથી તાડીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા ભંડારી અને પારસી સમાજના પરિવારોને રોજગારી અને આજીવિકાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે વલસાડના નારગોલમાંથી એક અલગ જ માંગ ઉઠી છે. વર્ષોથી તાડીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા ભંડારી અને પારસી સમાજના પરિવારોને રોજગારી અને આજીવિકાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નિયંત્રિત પરવાનગી સાથે તાડીના વેચાણને મંજૂરી આપી પરંપરાગત વ્યવસાયને પુનઃજીવિત કરવાની માંગ કરવામાં આવી છે.

નારગોળ દરિયા કિનારે વસેલું વલસાડનું એક સુંદર પ્રવાસન સ્થળ. પરંતુ અહીંની ઓળખ માત્ર દરિયાકિનારા પૂરતી સીમિત નથી. નારગોલ અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી તાડીનો પરંપરાગત વ્યવસાય પણ અનેક પરિવારોની આજીવિકાનું સાધન રહ્યો છે. ભંડારી અને પારસી સમાજના પરિવારો ગામની વાડીઓ અને ખેતરોમાં આવેલા ખજૂરીના વૃક્ષોમાંથી તાડી મેળવી મુંબઈ સહિતના મોટા શહેરોમાં તેનું વેચાણ કરતા હતા.પરંતુ દારૂબંધીનો કાયદો અમલમાં આવ્યા બાદ આ પરંપરાગત વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો.

વર્ષો વીતી ગયા છતાં આ પરિવારોને કોઈ વિશેષ આર્થિક રાહત પેકેજ કે વૈકલ્પિક રોજગારીની પૂરતી તક મળી નથી. પરિણામે તાડીના વ્યવસાય સાથે જોડાયેલા અનેક પરિવારો આજે પણ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. હવે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પણ નિયંત્રિત રીતે દારૂ અને તાડીના વેચાણ અંગે નશાબંધી હળવી કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે માંગ માત્ર તાડીના વેચાણને ખુલ્લી છૂટ આપવાની નથી. પરંતુ નિયંત્રિત પરવાનગી અને કડક નિયમો સાથે તાડીના વેચાણને મંજૂરી આપવાની વાત છે. સ્થાનિકોનું માનવું છે કે જો નિયત સ્થળ અને નિયત પરવાનગી હેઠળ કુદરતી પીણું ગણાતી તાડીને વેચાણની મંજૂરી મળે તો એક તરફ ગેરકાયદેસર રીતે બનતા નકલી અને હલકી ગુણવત્તાવાળા દારૂ પર અંકુશ આવી શકે, અને લઠ્ઠા કાંડ જેવી ઘટનાઓ પર લગામ લાવી શકાય... તો બીજી તરફ સરકારને મહેસૂલી આવક પણ મળી શકે. સાથે જ હોટલ, રિસોર્ટ અને પ્રવાસન ક્ષેત્રમાં સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે.

પ્રવાસન ક્ષેત્રે મોગરાનું સ્થાન ધરાવતા નારગોલ બીજ પર વરસે દહાડે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તો હવે તાજેતરમાં જ આ બીચ ને બ્લુ ફ્લેગ બીચ તરીકે વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આવી શકે છે ત્યારે હવે જો આ નારગોલ ગામમાં નશાબંધી હળવી કરવામાં આવે તો ચોક્કસથી પ્રવચનને ફાયદો થાય તેવું જાણકરોનું માનવું છે.

રાજ્યમાં દારૂબંધીના કારણે એક વાત તો સ્પષ્ટ છે કે બુટલેગરો અઢડક કમાય છે.. અને પીવા વાળા અનેક ઘણા ભાવ ચૂકવીને વિદેશી દારૂ પીવે છે તો ક્યારેક નકલી અને દેશી દારૂ ના કારણે લઠ્ઠાકાંડમાં અનેક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં દારૂબંધીને લઈને હળવા સ્વરે એક અવાજ ચોક્કસથી ઊઠી રહ્યો છે. નારગોલની વિશિષ્ટ ભૌગોલિક અને પ્રવાસન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દે સરકાર શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર છે.

આ પણ વાંચોઃ નેપાળ જળપ્રલય વચ્ચે આણંદનો પરિવાર ફસાયો, ધર્મજના 4 NRI સભ્યો સંપર્કવિહોણા

સ્થાનિકોની માંગ છે કે તાડી જેવા પરંપરાગત વ્યવસાયને નિયંત્રિત પરવાનગી હેઠળ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી ભંડારી સહિત સંબંધિત સમાજના પરિવારોને ફરી રોજગારી મળી શકે. હવે જોવાનું એ રહેશે કે દારૂબંધીના રાજ્ય ગુજરાતમાં નારગોળની આ અનોખી માંગને સરકાર કેટલી ગંભીરતાથી લે છે... અને શું ખરેખર પરંપરાગત તાડી વ્યવસાયને ફરી જીવંત કરવાની દિશામાં કોઈ નિર્ણય લેવાય છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad Nargol Gujarat Prohibition

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ