ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / કાલીન ભૈયા-મુન્ના ભૈયાની વાપસી, ₹250 કરોડના જંગી બજેટમાં બની ‘મિર્ઝાપુર: ધ મૂવી’, આ તારીખે થિયેટરમાં રિલીઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:50 PM, 30 August 2026
1/5
અમેઝોન પ્રાઇમ વિડીયોની સૌથી લોકપ્રિય અને ચર્ચિત ક્રાઇમ-થ્રિલર વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’ હવે સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે સજ્જ છે. અત્યાર સુધી દર્શકોએ કાલિન ભૈયા (પંકજ ત્રિપાઠી), ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) અને મુન્ના ભૈયા (દિવ્યેન્દુ શર્મા)ને પોતાના મોબાઈલ કે ટીવી સ્ક્રીન પર જ જોયા હતા, પરંતુ હવે આ પોપ્યુલર પાત્રો મોટા પડદા પર પોતાનો ભૌકાલ બતાવશે. ૪ સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહેલી ‘મિર્ઝાપુર: ધ મૂવી’ને સેન્સર બોર્ડ તરફથી 'A' (એડલ્ટ) સર્ટિફિકેટ મળ્યું છે.
2/5
ADVERTISEMENT
3/5
સીઝન 1 (2018): આશરે ₹12 કરોડના મર્યાદિત બજેટમાં બનેલી આ સીઝને ઓટીટી પર સન્સનટી મચાવી દીધી હતી. સીઝન 2 (2020): પ્રથમ સીઝનની સુપર સફળતા બાદ મેકર્સે પ્રોડક્શન ક્વોલિટી વધારીને બીજી સીઝન ₹60 કરોડમાં બનાવી હતી. સીઝન 3 (2024): ત્રીજી સીઝન ₹100 કરોડના મોટા ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. આમ 'મિર્ઝાપુર'ની ત્રણેય સીઝનનો કુલ ખર્ચ મળીને ₹172 કરોડ થયો હતો, જ્યારે એકલી ‘મિર્ઝાપુર: ધ મૂવી’ માટે મેકર્સે ₹250 કરોડ જેટલી માતબર રકમ ખર્ચી નાખી છે.
4/5
ત્રીજી સીઝનમાં મુન્ના ભૈયાનું પાત્ર ન હોવાથી કેટલાક ફેન્સ નિરાશ થયા હતા, પરંતુ ફિલ્મમાં દિવ્યેન્દુ શર્મા અલ્ટીમેટ કમબેક કરી રહ્યા છે. ગુરમીત સિંહના ડાયરેક્શનમાં બનેલી આ સસ્પેન્સ-એક્શન ડ્રામા ફિલ્મમાં જૂની જાણીતી સ્ટારકાસ્ટ ઉપરાંત કેટલાક નવા કલાકારો પણ જોવા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!