ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાકિસ્તાનની જેલમાં ગીર સોમનાથના કોબા ગામના માછીમારનું નિધન, મૃતકના પરિવારને મળ્યો પત્ર

ગીર સોમનાથ / પાકિસ્તાનની જેલમાં ગીર સોમનાથના કોબા ગામના માછીમારનું નિધન, મૃતકના પરિવારને મળ્યો પત્ર

Published By: Vishal Khamar
Reported By: Kartik Vaja

Last Updated: 04:54 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના કોબા ગામના માછીમાર બિજલ ભાલિયાનું પાકિસ્તાનની જેલમાં મોત થયું. પરિવારજનોએ મૃતદેહ વતન લાવવાની માંગ કરી છે.

ADVERTISEMENT

ગીર સોમનાથ: પાકિસ્તાનની જેલમાં વધુ એક ભારતીય માછીમારના મોતના સમાચાર સામે આવતા ગીર સોમનાથ જિલ્લાના માછીમાર પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ગીર સોમનાથના કોબા ગામના માછીમાર બિજલ ભાલિયાનું પાકિસ્તાનની જેલમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ

મળતી માહિતી મુજબ, બિજલ ભાલિયા છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. તેમના પરિવારને પાકિસ્તાનની જેલમાંથી એક પત્ર મળ્યા બાદ બિજલ ભાલિયાના મોતની જાણ થઈ હતી. આ સમાચાર મળતા પરિવારજનોમાં આઘાતનો માહોલ સર્જાયો છે.

માછીમારી કરવા ગયા ત્યારે પાકિસ્તાની મરીને પકડી લીધા હતા

પરિવારજનોના જણાવ્યા મુજબ, બિજલ ભાલિયા અને તેમના પિતા માછીમારી માટે દરિયામાં ગયા હતા ત્યારે પાકિસ્તાનની મરીન દ્વારા બંનેને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પિતા અને પુત્ર બંને પાકિસ્તાનની જેલમાં કેદ હતા. લાંબા સમયથી પરિવાર તેમના વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યો હતો.

પરિવારજનોમાં શોકનો માહોલ

હવે બિજલ ભાલિયાના મોતના સમાચાર મળતા પરિવારજમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. પરિવારજનોએ સરકાર સમક્ષ બિજલ ભાલિયાનો મૃતદેહ વહેલી તકે ભારત અને તેમના વતન લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ મોરવા હડફમાં ઘરની છત પર દીપડો આવી બેસતા ફફડા, અંધારું થતાં જંગલ તરફ ચાલ્યો ગયો

મૃતદેહને પરત લાવવા માટે સરકાર ઝડપી કાર્યવાહી કરે તેવી પરિવારજનોની માંગ

માછીમારોની સરહદ નજીકની માછીમારી દરમિયાન પાકિસ્તાન દ્વારા પકડાઈ જવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. આવી સ્થિતિમાં બિજલ ભાલિયાના મૃતદેહને પરત લાવવા માટે સરકાર ઝડપથી કાર્યવાહી કરે તેવી પરિવારજનો અને ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistani jail Gir Somnath fisherman Indian fisherman death

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ