ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રક્ષાબંધન પર રાખડી બાંધ્યા પછી તરત જ બે ભાઈઓના મોત, બે બહેનો ગંભીર, બની ભયાનક ટ્રેજેડી

અકસ્માત / રક્ષાબંધન પર રાખડી બાંધ્યા પછી તરત જ બે ભાઈઓના મોત, બે બહેનો ગંભીર, બની ભયાનક ટ્રેજેડી

Published By: Hiralal Parmar

Last Updated: 04:16 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન પર રાખડી બાંધ્યા પછી તરત જ બે ભાઈઓના મોત થયા હતા. આ ઘટનાએ પંથકમાં ભારે સનસની મચાવી છે.

ADVERTISEMENT

હરિયાણાના ફરીદાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે. રક્ષાબંધન પર પોતાની બહેનોને રાખડી બાંધવા માટે ફરીદાબાદ આવેલા બે ભાઈઓ માટે, આ તહેવાર તેમનો છેલ્લો તહેવાર સાબિત થયો. ફરીદાબાદના ગુડગાંવ-પાલી રોડ પર મંગેર ચોકી નજીક એક ઝડપી ફોર્ચ્યુનર ગાડીએ રસ્તાની બાજુમાં ઉભેલા ઘણા લોકોને ટક્કર મારી. બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું, જ્યારે તેમની બે બહેનો ગંભીર રીતે ઘાયલ થઈ. બંને હોસ્પિટલમાં જીવન માટે ઝઝૂમી રહ્યા છે.

બસ સ્ટેન્ડ પર કાર મારે ટક્કર

રક્ષાબંધન નિમિત્તે બંને ભાઈઓ તેમની બહેનો પાસે રાખડી બંધાવવા માટે આવ્યાં હતા. રાખડી બંધાવ્યા બાદ તેઓ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યાં હતા ત્યારે એક ઝડપી ફોર્ચ્યુનર ગાડીએ ઘણા લોકોને ટક્કર મારી દીધી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ફોર્ચ્યુનર ખૂબ જ ઝડપે જઈ રહી હતી. ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને ટક્કર મારી દીધી. અકસ્માતને કારણે વ્યાપક હોબાળો મચી ગયો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ બંને ભાઈઓને બચાવી શકાયા નહીં.

વધુ વાંચો : વડોદરાની MS યુનિની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું, લગ્ન બાદ અમદાવાદમાં બાંધ્યો સંબંધ

બહેનો પણ ગંભીર રીતે હોસ્પિટલમાં દાખલ

સૌથી દુઃખદ વાત એ છે કે જે બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધી હતી તે હવે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. રક્ષાબંધન પર પોતાના ભાઈઓના લાંબા આયુષ્યની કામના કરતી બહેનોએ થોડા સમય પછી પોતાના ભાઈઓને કાયમ માટે ગુમાવી દીધા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

crime news national news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ