ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / વિશ્વ / યુક્રેનના ડ્રોન હુમલા વચ્ચે રશિયાને ભારતે 2 મહિનામાં 10 લાખ બેરલ પેટ્રોલ મોકલ્યું, રશિયન રિફાઇનરીને નુકસાનથી વધ્યો આયાતનો આધાર
Last Updated: 04:45 PM, 30 August 2026
ADVERTISEMENT
યુક્રેનના સતત ડ્રોન હુમલાઓને કારણે રશિયાની તેલ રિફાઇનરીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. આથી દેશમાં પેટ્રોલનું સ્થાનિક ઉત્પાદન ઘટી ગયું છે અને રશિયાને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બીજા દેશોમાંથી પેટ્રોલ આયાત કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ભારત મોટા સપ્લાયર તરીકે સામે આવ્યું છે.
ADVERTISEMENT
ઊર્જા બજાર પર નજર રાખતી કંપની વોર્ટેક્સાના આંકડા મુજબ, ઓગસ્ટ મહિનામાં રશિયાનું સમુદ્ર માર્ગે પેટ્રોલ આયાત આશરે 1.25 લાખ બેરલ પ્રતિદિવસના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આખા ઓગસ્ટમાં આ જથ્થો લગભગ 4.70 લાખ ટન રહેવાનો અંદાજ છે. ભારતીય રિફાઇનરીઓએ છેલ્લા 2 મહિનામાં રશિયાને આશરે 10 લાખ બેરલ પેટ્રોલ મોકલ્યું છે. આમાં સૌથી મોટો ફાળો ગુજરાતની વડીનાર રિફાઇનરીનો છે જે નાયરા એનર્જી ચલાવે છે. આ કંપનીમાં રશિયાની સરકારી ઓઈલ કંપની રોસનેફ્ટની લગભગ 50 ટકા હિસ્સેદારી છે.
જેમાં 2022 બાદ ભારતે રશિયાથી મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું છે. જૂન અને જુલાઈમાં ભારતે રશિયાથી રોજના 26 લાખ બેરલથી વધુ ક્રુડ ઓઈલ ખરીદ્યું છે, જે ફેબ્રુઆરીના આશરે 10 લાખ બેરલની સરખામણીમાં ઘણું વધારે છે. આ ભારતના કુલ ક્રુડ ઓઈલ આયાતના અડધાથી વધુ હિસ્સા બરાબર હતું. આથી એવી સંભાવના છે કે રશિયા દ્વારા મોકલાયેલા અમુક પેટ્રોલ પણ રશિયન ક્રુડ ઓઈલમાંથી જ તૈયાર થયા હોય છે.
ADVERTISEMENT
રશિયા વિશ્વના મોટા ક્રુડ ઓઈલ નિકાસકાર દેશોમાં સામેલ છે છતાં તેને પેટ્રોલ આયાત કરવું પડી રહ્યું છે. કારણ સ્પષ્ટ છે કે, યુક્રેનના ડ્રોન હુમલા. આ હુમલાઓથી રશિયાની ઊર્જા સુવિધાઓને નુકસાન થયું છે અને અમુક સમયમાં સ્થાનિક પેટ્રોલ ઉત્પાદનમાં 70 ટકા સુધીની ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
આથી રશિયાના ઘણા ભાગોમાં ફ્યુઅલની અછત સર્જાઈ છે. રશિયાએ સ્થાનિક સપ્લાય જાળવવા માટે પેટ્રોલ વેચાણ પર અમુક પ્રતિબંધો લગાવ્યા છે અને પેટ્રોલ એક્સપોર્ટ પરનો પ્રતિબંધ જાન્યુઆરી 2027ના અંત સુધી વધારી દીધો છે. ડીઝલ એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ લાગુ છે. ભારત સિવાય તુર્કી અને મોરોક્કો પણ ઓગસ્ટમાં રશિયાને પેટ્રોલ પૂરું પાડનારા દેશોમાં સામેલ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT