ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / સાપે ડંખ માર્યા બાદ યુવક સાપને પ્લાસ્ટિકના ડબ્બામાં પૂરીને હોસ્પિટલ પહોંચ્યો, સાપને જોઈને સ્ટાફ અને દર્દીઓ ચોંકી ગયા
Last Updated: 05:05 PM, 30 August 2026
ADVERTISEMENT
સાપનું નામ સાંભળતા જ સારા સારા લોકોના પરસેવા છૂટી જતા હોય છે, ત્યારે ઓડિશાના ભદ્રક જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી પરંતુ રસપ્રદ ઘટના સામે આવી છે. અહીં એક યુવકને ઝેરી સાપે ડંખ માર્યા બાદ તે ગભરાવાને બદલે સાપને પકડીને પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી સારવાર માટે હોસ્પિટલ પહોંચી ગયો હતો. દર્દીની સાથે ડબ્બામાં જીવતો સાપ જોઈને હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર અન્ય દર્દીઓ દંગ રહી ગયા હતા.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, આ ઘટના ભદ્રક જિલ્લાના વાસુદેવપુર બ્લોક હેઠળ આવેલા જેનાસાહી વિસ્તારની છે. બિજય જેના નામનો યુવક સાંજના સમયે પોતાના મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. આ દરમિયાન અચાનક એક ઝેરી સાપે તેને ડંખ માર્યો હતો. સામાન્ય રીતે સાપ કરડ્યા પછી લોકો ગભરાઈ જાય છે, પરંતુ બિજયે હિંમતપૂર્વક તે સાપને પકડી લીધો અને નજીકના પ્લાસ્ટિકના કન્ટેનરમાં પૂરી દીધો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
બિજય તરત જ તે સાપ પૂરેલા ડબ્બા સાથે નજીકના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચ્યો હતો. ડૉક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ પાસે પહોંચીને તેણે કહ્યું, મને આ જ સાપે કરડ્યો છે! આ દ્રશ્ય જોઈને હોસ્પિટલમાં થોડીવાર માટે કૌતુક અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડૉક્ટરોએ વિલંબ કર્યા વિના તેની પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ભદ્રક જિલ્લા મુખ્યમથક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
આ ઘટના બાદ સમગ્ર જેનાસાહી વિસ્તારમાં બિજયના આ અનોખા અંદાજની ભારે ચર્ચા થઈ રહી છે. જોકે, આરોગ્ય નિષ્ણાતોના મતે ઝેરી સાપને પકડવાનો પ્રયાસ કરવો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સાપ ફરીથી ડંખ મારી શકે છે અથવા અન્ય કોઈને નુકસાન પહોંચાડી શકે છે. તેથી સાપ કરડે ત્યારે તેને પકડવાને બદલે સુરક્ષિત અંતર જાળવીને તાત્કાલિક નજીકની હોસ્પિટલે પહોંચવું વધુ હિતાવહ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT