ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / કેમેરા હેક થયો હોવાની શંકા છે? ગ્રીન લાઇટ, અજાણી તસવીરો, ફોન ગરમ થવો જેવા સંકેત જુઓ અને App Permissions ચેક કરો

photo-story

7 ફોટો ગેલેરી

Phone Camera Hack / કેમેરા હેક થયો હોવાની શંકા છે? ગ્રીન લાઇટ, અજાણી તસવીરો, ફોન ગરમ થવો જેવા સંકેત જુઓ અને App Permissions ચેક કરો

Last Updated: 05:22 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફોનના કેમેરા પર અનઓથોરાઈઝ ઍક્સેસ હોય તો અમુક સંકેતો જોવા મળે છે. જો તમને શંકા હોય તો કેમેરા પરમિશન ચેક કરી બિનજરૂરી એપ્સ હટાવો અને ફોન સુરક્ષિત રાખો.

1/7

photoStories-logo

1. ફોનના કેમેરાની એક્સેસ

સ્માર્ટફોન આજે આપણા રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. જેમાં ફોટો ખેંચવાથી લઈને વીડિયો કૉલ સુધી કેમેરાનો ઉપયોગ થાય છે. પરંતુ ક્યારેક એવી શંકા થાય છે કે કોઈ બીજી વ્યક્તિ કે એપ ચોરી-છૂપી રીતે આપણા ફોનના કેમેરાનો ઉપયોગ તો નથી કરી રહી ને? જો ફોનમાં કોઈ શંકાસ્પદ એપ કે માલવેર આવી જાય તો તે કેમેરાની પરમિશનનો ખોટો ઉપયોગ કરી શકે છે. જેમાં દરેક નાની સમસ્યા હેકિંગનું સંકેત નથી પણ જો અમુક અસામાન્ય ફેરફારો વારંવાર જોવા મળે તો ચેક કરવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કેમેરા કેવી રીતે હેક થઈ શકે?

ઘણી વાર લોકો અનનોન વેબસાઈટથી એપ ડાઉનલોડ કરી લે છે કે શંકાસ્પદ મેસેજમાં આવેલા લિંક પર ક્લિક કરી દે છે. જેમાં અમુક ખોટી એપ્સ કેમેરા અને માઈક્રોફોનની પરમિશન માંગે છે. જો આવી એપને કેમેરાની મંજૂરી મળી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. આથી કોઈ પણ અજાણી એપને બિનજરૂરી પરમિશન ન આપવી જોઈએ. આથી નીચે મુજબના સંકેતો પર ધ્યાન આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કારણ વગર લીલું નિશાન દેખાવું

આજકાલ ઘણા ફોનમાં કેમેરા કે માઈક ચાલુ હોય ત્યારે સ્ક્રીન પર નાનું લીલું ચિહ્ન દેખાય છે. જો તમે કેમેરા કે વીડિયો કૉલ શરૂ ન કર્યું હોય છતાં આ નિશાન વારંવાર આવે તો કેમેરા પરમિશનવાળી એપ્સ તપાસો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કેમેરા ખોલતી વખતે અજીબ મેસેજ

જો કેમેરા ખોલતાં ફોન કહે કે કેમેરા પહેલેથી બીજી એપમાં વપરાઈ રહ્યો છે તો તરત જ તાજેતરમાં ખોલેલી બધી એપ્સ બંધ કરીને ફરી અજમાવો. આ સમસ્યા વારંવાર આવે તો પરમિશનવાળી એપ્સનું લીસ્ટ જુઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ગેલેરીમાં અનનોન ફોટો-વીડિયો

જો ગેલેરીમાં એવી ફાઈલો દેખાય જે તમે પોતે ન બનાવી હોય તો કારણ શોધો. કોઈ એપ આપમેળે ફોટો સેવ કરતી હોય તો તેની તપાસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફોન ગરમ કે બેટરી ઝડપથી ખતમ

થવી ઉપયોગ વગર પણ ફોન ગરમ રહે કે બેટરી અગાઉ કરતાં ખૂબ ઝડપથી ઘટે તો કોઈ એપ બેકગ્રાઉન્ડમાં ચાલુ હોઈ શકે છે. જેથી બેટરી સેટિંગમાં જઈને જુઓ કે કઈ એપ સૌથી વધુ પાવર વાપરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ફોનને સેફ આ રીતે રાખવો

સેટિંગમાં જઈને કેમેરા પરમિશનવાળી એપ્સનું લીસ્ટ ચેક કરો. જે એપને કેમેરાની જરૂર નથી તેની પરમીશન હટાવી દો. અનનોન કે બિનજરૂરી એપ્સ અનઇન્સ્ટોલ કરો. ફોન અને એપ્સને સમયસર અપડેટ કરો. અનનોન વેબસાઈટથી એપ ડાઉનલોડ ન કરો અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાથી દૂર રહો. માત્ર એક-બે સંકેતથી હેકિંગ સાબિત નથી થતું પણ જો અનેક સંકેતો એકસાથે દેખાય તો તરત સિકયુરિટી ચેક કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

phone's camera unauthorized access camera access
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ