ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / રસ્તામાં બેટરી ડેડ થઈ જાય તો બીજી કાર અને જમ્પ કેબલથી ગાડી ચાલુ કરો, કેબલ જોડવાની સાચી રીત અને આ સાવચેતી જરૂર રાખો
7 ફોટો ગેલેરી
Last Updated: 06:39 PM, 30 August 2026
1/7
લાંબા પ્રવાસે કે ફેમિલી સાથે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હોઈ અને અચાનક રસ્તા વચ્ચે કાર સ્ટાર્ટ થવાની બંધ થઈ જાય, તો મોટાભાગના લોકો ગભરાઈ જાય છે. સામાન્ય રીતે શિયાળા કે ચોમાસાની ઋતુમાં કારની બેટરી ઉતરી જવાની કે નબળી પડી જવાની સમસ્યા વધુ જોવા મળે છે. જો આવી સ્થિતિમાં મુશ્કેલી માત્ર બેટરીની જ હોય, તો તમારે મેકેનિકની રાહ જોવાની કે હેરાન થવાની જરૂર નથી. તમે અન્ય કોઈ કારની મદદથી 'જમ્પ કેબલ' દ્વારા તમારી કારને મિનિટોમાં ફરીથી ચાલુ કરી શકો છો.
2/7
કારની બેટરી સંપૂર્ણપણે બંધ પડે તે પહેલાં કેટલાક સંકેતો આપે છે. કાર સ્ટાર્ટ કરતી વખતે સેલ્ફમાંથી 'ક્લિક-ક્લિક' જેવો અવાજ આવવો. કારની હેડલાઈટ્સની રોશની પહેલાં કરતા ઝાંખી પડી જવી. પાવર વિન્ડો (કાચ) ધીમે-ધીમે ઉપર-નીચે થવા. જો આવા લક્ષણો દેખાય તો તરત જ બેટરી ચેક કરાવી લેવી હિતાવહ છે.
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
લાલ કેબલનો એક છેડો બંધ કારની બેટરીના પોઝિટિવ terminal (+ અથવા POS) સાથે જોડો. લાલ કેબલનો બીજો છેડો ચાલુ કારની સચોટ બેટરીના પોઝિટિવ (+) terminal સાથે જોડો. કાળો (નેગેટિવ -) કેબલ જોડો: કાળા કેબલનો એક છેડો ચાલુ કારની બેટરીના નેગેટિવ (-) terminal સાથે જોડો. કાળા કેબલનો બીજો છેડો બંધ કારની બેટરી પર જોડવાને બદલે તેના એન્જિન બ્લોક અથવા બોડીના કોઈપણ કલર વગરના મજબૂત મેટલ પાર્ટ (ધાતુ) સાથે જોડો. (નોંધ: કેબલ જોડતી વખતે લાલ અને કાળા વાયરના ક્લિપ એકબીજાને અડવા ન જોઈએ).
6/7
ADVERTISEMENT
7/7
હવે તમારી બંધ કારને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરો. જો કાર ચાલુ થઈ જાય તો કેબલ્સને સાવધાનીપૂર્વક ઉલ્ટા ક્રમમાં (પહેલાં કાળો અને પછી લાલ) હટાવી લો. જો કાર સ્ટાર્ટ ન થાય, તો કેબલ કનેક્શન ફરી તપાસો. તેમ છતાં કાર ચાલુ ન થાય તો વારંવાર સેલ્ફ મારવાને બદલે રોડસાઇડ અસિસ્ટન્સ કે મેકેનિકનો સંપર્ક કરવો.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!