ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખોટી પેમેન્ટ હિસ્ટ્રી, બાકી રકમ કે બંધ લોન એક્ટિવ દેખાય તો ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે; જાણો રિપોર્ટ કેવી રીતે સુધારવો

photo-story

6 ફોટો ગેલેરી

Credit Report / ખોટી પેમેન્ટ હિસ્ટ્રી, બાકી રકમ કે બંધ લોન એક્ટિવ દેખાય તો ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે; જાણો રિપોર્ટ કેવી રીતે સુધારવો

Last Updated: 07:06 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ક્રેડિટ રિપોર્ટમાં ખોટી ચુકવણી હિસ્ટ્રી, બીજાની લોન કે બંધ થઈ ગયેલું એકાઉન્ટ એક્ટિવ દેખાવા જેવી નાની ભૂલો તમારો સિબિલ સ્કોર ઘટાડી શકે છે.

1/6

photoStories-logo

1. ખોટી પેમેન્ટ હિસ્ટ્રી, બાકી રકમ કે બંધ લોન એક્ટિવ દેખાય તો ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે; જાણો રિપોર્ટ કેવી રીતે સુધારવો

જો તમે નજીકના ભવિષ્યમાં હોમ લોન, પર્સનલ લોન કે કાર લોન લેવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલાં તમારો ક્રેડિટ રિપોર્ટ (Credit Report) ચકાસવો અત્યંત જરૂરી છે. ક્રેડિટ રિપોર્ટમાં રહેલી એક નાની ભૂલ પણ ભવિષ્યમાં તમારા માટે મોટી આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ તમારા ક્રેડિટ રિપોર્ટના આધારે જ નક્કી કરે છે કે તમને લોન આપવી કે નહીં અને કેટલા વ્યાજદરે આપવી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખોટી વ્યક્તિગત વિગતો અને અન્ય વ્યક્તિની લોન દર્શાવવી

નામ, સરનામું અથવા ઓળખ કાર્ડની વિગતોમાં ભૂલ હોવી. અન્ય કોઈ વ્યક્તિની લોન કે બાકી રકમ તમારા રેકોર્ડમાં દેખાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ખોટી પેમેન્ટ હિસ્ટ્રી

તમે સમયસર હપ્તો (EMI) ભર્યો હોય છતાં રિપોર્ટમાં લેટ પેમેન્ટ દર્શાવવું. જે લોન પૂરી થઈ ગઈ છે અને એનઓસી (NOC) મળી ગઈ છે, તે ખાતું પણ રિપોર્ટમાં એક્ટિવ દેખાવું. એક જ લોન કે ક્રેડિટ કાર્ડની એન્ટ્રી બે વાર દર્શાવવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ક્રેડિટ સ્કોર ઘટવાથી શું નુકસાન થાય?

સામાન્ય રીતે 750 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર ઉત્તમ માનવામાં આવે છે. આવા ગ્રાહકોને બેંકો સરળતાથી અને ઓછા વ્યાજદરે લોન આપે છે. પરંતુ જો ક્રેડિટ રિપોર્ટની ભૂલોના કારણે તમારો સ્કોર 600થી નીચે જતો રહે, તો બેંકો લોન અરજી ફગાવી શકે છે અથવા તમારી પાસેથી ખૂબ જ ઊંચો વ્યાજદર વસૂલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. નિયમિત રિપોર્ટ ચકાસો, પુરાવા એકત્ર કરો

વર્ષમાં ઓછામાં ઓછું બે વાર તમારો ક્રેડિટ રિપોર્ટ ફ્રીમાં ડાઉનલોડ કરીને ચકાસો. જો કોઈ ભૂલ દેખાય તો તેના સમર્થનમાં બેંક સ્ટેટમેન્ટ, લોન ક્લોઝર લેટર (NOC), કે પેમેન્ટ સ્લિપ જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઓનલાઇન ડિસ્પ્યુટ નોંધાવો અને બેંકનો સંપર્ક કરો

સંબંધિત ક્રેડિટ બ્યુરો (જેમ કે CIBIL, Experian, Equifax)ની વેબસાઇટ પર જઈને ઓનલાઇન 'Dispute' સેક્શનમાં ફરિયાદ દાખલ કરો. જે બેંક કે નાણાકીય સંસ્થાએ ખોટી માહિતી મોકલી હોય, તેમને પણ લેખિતમાં કે ઈમેઈલ દ્વારા જાણ કરો. ફરિયાદ નોંધાવ્યા બાદ તેની સ્થિતિ (Status) ચેક કરતા રહો. સામાન્ય રીતે ૩૦ થી ૪૫ દિવસમાં ભૂલ સુધારી દેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PersonalFinance CIBILScore CreditReport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ