ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના અમરાઈવાડીમાં રક્ષાબંધનના દિવસે જ સાળાએ બનેવીની કરી હત્યા, બહેનનો સંસાર ઉજાડી દીધો
Last Updated: 07:28 PM, 30 August 2026
ADVERTISEMENT
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે જ સાળાએ બનેવીની હત્યા કરી. પત્ની રિસાઈને પિયર જતા તેને મનાવવા ગયેલા બનેવી અને સાળાના પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. આરોપીઓએ મેટ્રો પિલર પાસે રસ્તો રોકી બનેવી પર છરીથી હુમલો કરી હત્યા કરી હતી. અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી એક સગીર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ADVERTISEMENT
મેટ્રોના પિલર પાસે સાળાએ કરી હત્યા
રક્ષાબંધનની રાત્રે રિસાઈને ગયેલી પત્નીને મનાવવા માટે રણજીત અહેરવાલ અમરાઇવાડી ગયા હતા ત્યારે પત્ની શ્વાતીના પરિવાર સાથે ઝઘડો થયો હતો આ ઝઘડો અને બોલાચાલી બાદ રણજીત અને તેના પરિવારજનો ત્યાંથી નીકળી ગયા હતા પરંતુ થોડે દૂર મેટ્રો પિલર 51 પાસે તેમના સાળાઓએ તેનો રસ્તો રોકી દીધો હતો આ દરમિયાન સાળા રજત ઉર્ફે અજ્જુ જાટવ, કરણ જાટવ, ચંદન જાટવ અને સગીરએ મૃતક રણજિત પર છરીથી હુમલો કર્યો ત્યારે મૃતકના ભાઈઓ બચાવવા વચ્ચે પડતા ભાઈઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં રણજીતને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન રણજીતનું મોત થયું હતું.. જ્યારે તેમના બે ભાઈઓ અમરજીત અને કરણ અહેરવાલ ઇજાગ્રસ્ત થયા હતા..અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી એક સગીર અને કરણ જાટવની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
રક્ષાબંધનની રાતે વિવાદ
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રણજિત અહેરવાલના લગ્ન શ્વાતી જાટવ સાથે થયા હતા તેમને એક સંતાન હતું.. રણજિત ના ભાઈ કરણની સગાઈ શ્વાતીની કાકા દીકરી સાથે થઈ હતી.. પરંતુ 3 મહિના પહેલા અગમ્ય કારણસર આ સગાઈ તૂટી ગઈ હતી.. જેનો વિવાદ થતા કરણએ પોતાની ભાભી શ્વાતીને બે લાફા મારી દીધા હતા..જેથી ભાભી ઘર છોડીને પિયર જતી રહી હતી.. જેના સમાધાન માટે પરિવાર રક્ષાબંધનની રાતે મળ્યો હતો પરંતુ ઝઘડો ઉગ્ર થતા સાળાઓએ રક્ષાબંધનના દિવસે જ બનેવીની હત્યા કરીને બેનનું ઘર ઉજાળી દીધું હતું. બનેવીની હત્યાની ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસે કિશોર અને કરણની ધરપકડ કરી છે રે રજત ઉર્ફે અજ્જુ અને ચંદનની શોધખોળ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT