ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નેપાળ પૂરમાં અમદાવાદના સાબરમતીના રહેવાસી પણ ગુમ, કૈલાશ માનસરોવર યાત્રાએ ગયા હતા, કુલ 26 થયાં

આફત / નેપાળ પૂરમાં અમદાવાદના સાબરમતીના રહેવાસી પણ ગુમ, કૈલાશ માનસરોવર યાત્રાએ ગયા હતા, કુલ 26 થયાં

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 08:02 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ પૂરમાં લાપત્તા ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદનો વધુ એક નાગરિક ગુમ થયો છે.

ADVERTISEMENT

નેપાળ પૂરમાં ગુમ ગુજરાતીઓની સંખ્યામાં વધુ એકનો વધારો થયો છે. હવે એવું સામે આવ્યું છે કે નેપાળ પૂરમાં અમદાવાદના સાબરમતીના રહેવાસી પણ લાપત્તા બન્યો છે તે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા અને ત્યારથી લાપત્તા છે.

કુલ 26 લોકો સંપર્ક વિહોણા

નેપાળમાં આવેલા પૂરમાં ઘણા ગુજરાતીઓ પણ ગુમ થયાં છે હજુ સુધી તેમની જાણકારી મળી નથી. સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા 26 થઈ છે. માત્ર એક જ પરિવારનો સંપર્ક થઈ શક્યો છે. અમરેલીના પ્રવાસીનો તેના પરિવાર સાથે સંપર્ક થયો છે. પરિવારે વહીવટી તંત્રને સંપર્ક થયો હોવાની માહિતી આપી હતી.

કૈલાશ માનસરોવાર યાત્રાએ ગયેલું કપલ ગુમ

નેપાળમાં આવેલા પ્રલયમાં આણંદનું દંપતી લાપતા બન્યું છે. વિમલ પટેલ અને તેમના પત્ની જૈમીના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સથી નેપાળ ફરવા ગયા હતા ત્યાર બાદ નેપાળ પ્રવાસેથી તેઓ કૈલાશ માનસરોવાર યાત્રાએ નીકળ્યું હતું અને ચીનના વીઝા લેવા ગયા હતા. ગત રવિવારે પરિવારે દંપતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રવિવાર પછીથી વિમલ પટેલ અને જૈમીના પટેલનો કોઈ સંપર્ક નથી.

વધુ વાંચો : ગુજરાતમાં આ જીવલેણ રોગમાં થયો ચિંતાજનક વધારો, ઈમરજન્સી કોલમાં 202%નો વધારો

કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત

નેપાળમાં મહાવિનાશક પૂર આવ્યું છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક લોકો યાત્રાએ ગયા હતા જોકે તેમાં સલામત હોવાનું જણાવાઈ રહ્યું છે. કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે. યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ-ચીનનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો. બ્રિજ પાર કર્યાના આશરે 8 કલાક બાદ વિસ્તારમાં અચાનક વિનાશક પૂર આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nepal floods nepal flash floods

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ