ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની ફાઈવસ્ટાર હોટલની કુકીઝમાંથી લાકડાના ટુકડા નીકળ્યાં, ગ્રાહકે હોબાળો મચાવ્યો

બેદરકારી / સુરતની ફાઈવસ્ટાર હોટલની કુકીઝમાંથી લાકડાના ટુકડા નીકળ્યાં, ગ્રાહકે હોબાળો મચાવ્યો

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 09:55 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરની જાણીતી હોટેલ વિવાદમાં સપડાઈ છે કારણ કે હોટલની એક મોટી બેદરકારી સામે આવી છે.

ADVERTISEMENT

સુરતની જાણીતી મેરિયટ હોટેલમાં ખાણીપીણીમાં મોટી બેદરકારીની ફરિયાદ થઈ છે. 29 ઓગસ્ટની મોડી રાત્રે મેરિયટ હોટેલમાં ગ્રાહકો સાથે ચોંકાવનારો બનાવ બન્યો હતો. ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝ માંથી લાકડાના ટુકડા નીકળ્યાં હતા. કૂકીઝ મોંમાં મૂકતા જ તીક્ષ્ણ લાકડાનો ટુકડો ગ્રાહકના મોંમાં વાગ્યો હતો. હોટેલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી પરંતુ કેમેરા સામે કે લેખિતમાં નિવેદન આપવાથી હાથ ઊંચા કરી દીધા હતા. ગ્રાહક દ્વારા સમગ્ર મામલે SMC ના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

ગ્રાહકે વીડિયો બનાવ્યો તો હોટલે ના પાડી

ગ્રાહકે જ્યારે વીડિયો બનાવવાની શરૂઆત કરી તો હોટલ સ્ટાફે વીડિયો બનાવવો એલાઉડ ન હોવાનું કહી અટકાવવાનો પ્રયાસ કર્યો. ગ્રાહકે કહ્યું- આ લાકડાનો ટુકડો જો કોઈ બાળકના મોઢામાં ગયો હોય તો ગંભીર ઈજા થઈ શકે. સુરત મનપાના ફૂડ વિભાગમાં ફરિયાદ કરાતા સેમ્પલ લઈ તપાસ માટે મોકલી અપાયા છે.

ભોગ બનનાર ગ્રાહકે શું કહ્યું?

ભોગ બનનાર ગ્રાહકે કહ્યું તેણે મેરિએટ હોટલમાં ચા અને કોફીનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર સાથે સર્વ કરવામાં આવેલી કૂકી જેવી એક મિત્રએ મોંમાં મૂકી કે તરત જ તેને અણીદાર લાકડાનો ટુકડો વાગ્યો. કૂકીઝ તપાસતાં તેમાંથી નાના-મોટા 3 થી 4 તીક્ષ્ણ લાકડાના ટુકડા બહાર આવ્યા હતા.

વધુ વાંચો : ગુજરાતમાં આ જીવલેણ રોગમાં થયો ચિંતાજનક વધારો, ઈમરજન્સી કોલમાં 202%નો વધારો

બાળકના મોંઢામાં ગયા હોત તો જીવલેણ

ગ્રાહકે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, લાકડાના ટુકડા ખૂબ જ ધારદાર અને જોખમી હતા. પુખ્ત વયના વ્યક્તિ હોવાથી સમયસૂચકતાથી બચી ગયા, પરંતુ જો આ કૂકીઝ કોઈ નાના બાળકના મોંમાં ગઈ હોત તો તે ગળામાં ફસાઈ જવાથી જીવલેણ સાબિત થઈ શકત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat surat news surat marriott hotel

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ