ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / જો રૂટે તોડ્યો રિકી પોન્ટિંગનો મહારેકોર્ડ, હોમ ગ્રાઉન્ડ પર રન બનાવવામાં બન્યો નંબર-1!

સ્પોર્ટ્સ / જો રૂટે તોડ્યો રિકી પોન્ટિંગનો મહારેકોર્ડ, હોમ ગ્રાઉન્ડ પર રન બનાવવામાં બન્યો નંબર-1!

Published By: Pravin Joshi

Last Updated: 11:15 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે રિકી પોન્ટિંગને પાછળ છોડી પોતાના દેશમાં સૌથી વધુ 7594 ટેસ્ટ રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ADVERTISEMENT

ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન જો રૂટે ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્ઝ ટેસ્ટ દરમિયાન વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાન સામેની મેચની બીજી ઇનિંગ્સમાં ભલે તેઓ માત્ર 24 રન બનાવી શક્યા હોય, પરંતુ આ ઇનિંગ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો દાયકાઓ જૂનો મહારાષ્ટ્રીય રેકોર્ડ ધરાશાયી કરી દીધો છે. રૂટ હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે.

didha - 2026-08-30T231351.001

રૂટે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની 89મી ટેસ્ટ મેચ રમતા 7594 ટેસ્ટ રનનો આંકડો પાર કરી લીધો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે પોતાના દેશમાં 92 ટેસ્ટ મેચોમાં 7578 રન બનાવીને ટોપ સ્થાન જાળવી રાખ્યું હતું. આ યાદીમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર 94 ટેસ્ટમાં 7216 રન સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે શ્રીલંકાના મહેલા જયવર્ધને અને દક્ષિણ આફ્રિકાના જેક્સ કેલિસ અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે આવે છે.

પોતાના દેશમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ટોચના બેટ્સમેનો

પોતાના દેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર અગ્રણી બેટ્સમેનોની યાદીમાં ઇંગ્લેન્ડના જો રૂટ 7594* રન સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 7578 રન સાથે બીજા સ્થાને અને ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર 7216 રન સાથે ત્રીજા સ્થાને આવે છે. આ યાદીમાં શ્રીલંકાના મહેલા જયવર્ધને 7167 રન બનાવીને ચોથું સ્થાન ધરાવે છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક્સ કેલિસ પોતાના દેશમાં 7035 રન સાથે પાંચમા ક્રમે છે.

આ પણ વાંચોઃ માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર મચાવ્યો ધમાલ, કમાણી ₹12 કરોડ પાર

સચિનના મહારેકોર્ડ પર પણ રૂટની નજર

જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરના સર્વાધિક 15921 રનના વર્લ્ડ રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો છે. હાલમાં રૂટના નામે 14208 ટેસ્ટ રન નોંધાયેલા છે અને સચિનને પાછળ છોડવા માટે તેને 1713 રનની જરૂર છે. તેમજ હોમ ગ્રાઉન્ડ પર તમામ ફોર્મેટ મળીને 12000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવા માટે રૂટને હવે માત્ર 72 રનની જરૂર છે. આ સિદ્ધિ મેળવતાં જ તે ઇંગ્લેન્ડનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો ખેલાડી બનશે. વર્તમાન સીઝનમાં સદીનો દુષ્કાળ હોવા છતાં, રૂટ સતત નવા માઈલસ્ટોન સર કરીને ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RickyPonting TestCricket JoeRoot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ