ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બિગ બોસ 20 માં આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી, સલમાન ખાનના શોમાં જામશે ડ્રામા

મનોરંજન / બિગ બોસ 20 માં આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી, સલમાન ખાનના શોમાં જામશે ડ્રામા

Published By: Pravin Joshi

Last Updated: 10:38 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ભાઈ અને અભિનેતા ફૈઝલ ખાન 'બિગ બોસ 20' માં જોવા મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

ADVERTISEMENT

ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 20' ટૂંક સમયમાં જ નાના પડદા પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે. ૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા આ ગ્રાન્ડ શોને એકવાર ફરી બોલિવૂડના 'દબંગ' સલમાન ખાન હોસ્ટ કરતા નજરે પડશે. આ શોમાં કયા કન્ટેસ્ટન્ટ્સ ભાગ લેશે તે અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ ગ્લેમર વર્લ્ડમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.

આ વખતે જે નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું છે, તે છે બોલિવૂડના 'મિસ્ટર પરફેક્ટનિસ્ટ' આમિર ખાનના નાના ભાઈ અને અભિનેતા ફૈઝલ ખાન. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફૈઝલ ખાન બિગ બોસના 20મા સીઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. જો આ અહેવાલો સાચા ઠરશે, તો તે ફૈઝલ ખાનનો કોઈ પણ રિયાલિટી ટીવી શોમાં પ્રથમ ડેબ્યૂ હશે.

didha - 2026-08-30T223704.825

2022માં ફગાવી દીધી હતી ઓફર

નોંધનીય છે કે, મેકર્સ દ્વારા ફૈઝલ ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હોય તેવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા 2022માં 'બિગ બોસ 16' માટે પણ તેમનો સંપર્ક કરાયો હતો, પરંતુ તે સમયે તેમણે આ શોમાં જોડાવાની સાફ ના પાડી દીધી હતી. પરંતુ હવે ચાર વર્ષ બાદ તેમનું મન બદલાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ એન્ટ્રી એટલા માટે પણ રસપ્રદ બની રહેશે કારણ કે શોના હોસ્ટ સલમાન ખાન અને આમિર ખાન વચ્ચે દાયકાઓ જૂની મજબૂત દોસ્તી છે.

Bigg-Boss-19

પારિવારિક વિવાદો અને જાહેરમાં માંગેલી માફી

1994માં 'મધહોશ' અને 2000માં આમિર ખાન સાથે 'મેલા' ફિલ્મમાં કામ કરનાર ફૈઝલ ખાનનું ફિલ્મી કરિયર બહુ સફળ રહ્યું નથી. તેઓ પોતાની એક્ટિંગ કરતાં પરિવાર સાથેના વિવાદોને કારણે વધુ સુર્ખીઓમાં રહ્યા હતા. ભૂતકાળમાં તેમણે આમિર ખાન અને પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં તેમણે પોતાની અમ્મી અને આમિર ખાન પાસે જાહેરમાં માફી માંગીને સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર મચાવ્યો ધમાલ, કમાણી ₹12 કરોડ પાર

બિગ બોસનું ઘર અણઉકેલાયેલા કિસ્સાઓ અને અંગત ખુલાસાઓ માટે જાણીતું છે. આ સ્થિતિમાં જો ફૈઝલ ખાન શોમાં એન્ટ્રી કરે છે તો દર્શકોને તેમની જિંદગીના અનેક અણકેહ્યા પાસાંઓ જોવા મળી શકે છે. હાલમાં ૬ સપ્ટેમ્બરના ગ્રાન્ડ પ્રીમિયરની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BiggBoss20 FaissalKhan BiggBossContestants

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ