ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મોટા પડદા નહીં, હવે TV પર ગોવિંદાની વાપસી! રિયાલિટી શોમાં મળશે નવી તક?

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / મોટા પડદા નહીં, હવે TV પર ગોવિંદાની વાપસી! રિયાલિટી શોમાં મળશે નવી તક?

Last Updated: 07:56 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિનેતા ગોવિંદા પારિવારિક વિવાદો વચ્ચે ઓટીટી રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ સીઝન 2' દ્વારા નાના પડદા પર કમબેક કરવાની તૈયારી કરી રહ્યા છે.

1/5

photoStories-logo

1. મોટા પડદા નહીં, હવે TV પર ગોવિંદાની વાપસી! રિયાલિટી શોમાં મળશે નવી તક?

બોલિવૂડના 'નંબર વન' અભિનેતા ગોવિંદા હાલના દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ભારે ચર્ચામાં રહે છે. એક તરફ જ્યાં તેમની પત્ની સુનિતા આહુજા સાથેના વૈવાહિક વિવાદો અને પરિવારની અંદરની ખેંચતાણ મીડિયામાં હેડલાઈન્સ બની રહી છે, તો બીજી તરફ તેમના ફેન્સ તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગોવિંદાના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગોવિંદા મોટા પડદા પર નહીં પણ રિયાલિટી શો દ્વારા નાના પડદા પર ગ્રાન્ડ કમબેક કરવાની તૈયારીમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગોવિંદા પણ આ શોને લઈને ઉત્સાહિત

'વરાયટી ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, ગોવિંદાને એમએક્સ પ્લેયર/એમેઝોન પ્રાઈમ વિડીયોના લોકપ્રિય રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ સીઝન 2' (Rise and Fall Season 2) માટે ઓફર કરવામાં આવી છે. જો બધું યોજના મુજબ રહ્યું તો આ પ્રથમ વખત બનશે જ્યારે ગોવિંદા કોઈ રિયાલિટી શોમાં સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લેતા નજરે પડશે. અહેવાલો મુજબ ગોવિંદા પણ આ શોને લઈને ઉત્સાહિત છે અને ડીલ ફાઈનલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અગાઉ હોસ્ટ અને ગેસ્ટ તરીકે આવ્યા છે નજરે

નોંધનીય છે કે ગોવિંદા અગાઉ રિયાલિટી શો 'જીતો છપ્પર ફાડ કે' હોસ્ટ કરી ચૂક્યા છે અને અનેક શોમાં ગેસ્ટ તરીકે પણ હાજરી આપી ચૂક્યા છે. જોકે, સ્પર્ધક તરીકે તેઓ પહેલીવાર કોઈ ઓટીટી રિયાલિટી શોમાં જોડાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પારિવારિક વિવાદ અને તણાવ વચ્ચે કમબેકની કોશિશ

છેલ્લા કેટલાક સમયથી ગોવિંદા અને તેમની પત્ની સુનિતા વચ્ચે ભારે અણબનાવ ચાલી રહ્યો છે. સુનિતા આહુજાએ ગોવિંદા પર તેમની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર સાથેના અફેરનો આરોપ લગાવ્યો હતો, જેને ગોવિંદાએ સ્પષ્ટપણે ફગાવી દીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તાજેતરમાં સુનિતાએ કોર્ટમાંથી પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે, પરંતુ પરિવારમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. તાજેતરમાં જ રક્ષાબંધનની ઉજવણીમાં પણ ગોવિંદા ગેરહાજર રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે ઓટીટી રિયાલિટી શો દ્વારા ગોવિંદાનું આ કમબેક તેમની કરિયરને નવી ઊંચાઈઓ પર પહોંચાડે છે કે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GovindaComeback RiseAndFallSeason2 Govinda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ