ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચમાં ચાલુ બસમાં 51 વર્ષીય આધેડે મહિલાઓ સાથે કરી અશ્લીલ હરકતો, મહાદેવના દર્શન માટે જતી હતી
Last Updated: 07:35 PM, 1 September 2026
ADVERTISEMENT
ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ દર્શન માટે જઈ રહેલી મહિલાઓ સાથે 51 વર્ષીય આધેડે અશ્લીલ હરકતો કરી હતી. આરોપી ઠેકાણે તો ન પહોંચ્યો પણ જેલમાં જરુરથી પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
આધેડે કરી અશ્લીલ હરકતો
આમોદ-જંબુસર વચ્ચે આધેડ બસમાં સવાર મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરી હતી. મહિલાઓ અને અન્ય મુસાફરોએ આધેડના કથિત વર્તનનો વિરોધ કર્યો હતો. બસ જંબુસર એસટી ડેપો પહોંચતા 112 ઇમરજન્સી સેવાને જાણ કરાઈ હતી. 112ની ટીમે આધેડને જંબુસર પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે જંબુસર પોલીસે ફરિયાદ નોંધી હતી અને આરોપીની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
સ્તંભેશ્વર મહાદેવ મંદિરે જતી હતી મહિલાઓ
શ્રાવણ મહિનો હોવાથી આ મહિલાઓ કાવી કંબોઈના દરિયાકિનારે આવેલા ચમત્કારિક સ્તંભેશ્વર તીર્થધામ ખાતે દર્શનાર્થે જતી હતી. મુસાફરી દરમિયાન બસમાં સવાર ટંકારી ગામના રહેવાસી હનીફ અબ્દુલ્લા અંગૂઠિયા નામના શખ્સે મહિલા સામે સતત વિકૃત નજર રાખી હતી. આટલેથી ન અટકતાં આરોપીએ ચાલુ બસમાં મુસાફરોની હાજરી વચ્ચે પોતાની પેન્ટની ચેન ખોલીને અશ્લીલ હરકતો કરી હતી.
ADVERTISEMENT
મહિલાએ બસ સ્ટેન્ડે પોલીસ બોલાવી
ADVERTISEMENT
આરોપીના આ વિકૃત કૃત્યથી ડરવાને બદલે મહિલાએ તુરંત જ જોરદાર વિરોધ નોંધાવી બસમાં હોબાળો મચાવ્યો હતો. બસ જંબુસર બસ સ્ટેન્ડ પર પહોંચતાં જ મહિલાએ જાગૃત નાગરિકોની મદદથી તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જંબુસર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આરોપીને રંગેહાથ કસ્ટડીમાં લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો