ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણેશ ચતુર્થી 2026 ક્યારે? મૂર્તિ સ્થાપનનો શુભ મુહૂર્ત અને વિસર્જનની તારીખ જાણો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ગણેશ ચતુર્થી 2026 ક્યારે? મૂર્તિ સ્થાપનનો શુભ મુહૂર્ત અને વિસર્જનની તારીખ જાણો

Last Updated: 05:35 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દસ દિવસીય ગણેશ ઉત્સવ સપ્ટેમ્બરમાં આવશે જેમાં ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે પૂરો થશે. પરંતુ આ ગણેશ ચતુર્થી 2026ની તારીખ અને મૂર્તિ સ્થાપનાનો શુભ મુહૂર્ત ક્યારે છે? તે જાણીએ.

1/6

photoStories-logo

1. ગણેશ ચતુર્થી

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં ગણપતિ બાપ્પાની પૂજા કરવાની પરંપરા છે. જેમાં દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશોત્સવની શરૂઆત થાય છે. વર્ષ 2026માં આ પવિત્ર પર્વ 14 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં આનું મહત્વ વધારે છે. તે જ દિવસથી દસ દિવસીય ગણપતિ ઉત્સવનો આરંભ થશે. જેમાં ઘરોઘરથી માંડીને મોટા પંડાલો સુધી ગણપતિ બપ્પાની મૂર્તિ સ્થાપિત કરીને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગણેશ ચતુર્થીની સાચી તારીખ

દૃક પંચાંગ મુજબ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 14 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:06 વાગ્યે શરૂ થશે અને 15 સપ્ટેમ્બરે સવારે 7:44 વાગ્યે પૂરી થશે. જેમાં ઉદય તિથિના આધારે ગણેશ ચતુર્થીનું પર્વ 14 સપ્ટેમ્બરે જ મનાવવામાં આવશે. આ દિવસે ભક્તો ગણપતિ બપ્પાની મૂર્તિ સ્થાપિત કરીને વિધિવત્ પૂજા કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મૂર્તિ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિ સ્થાપના અને પૂજા માટે મધ્યાહ્ન કાળને વિશેષ શુભ માનવામાં આવે છે. જેમાં વર્ષ 2026માં 14 સપ્ટેમ્બરે સવારે 11:02થી બપોરે 1:31 સુધીનો સમય શુભ રહેશે. આ લગભગ બે કલાક અઠ્ઠાવીસ મિનિટની શુભ અવધિ છે. આ સમયે ગણપતિ બપ્પાની સ્થાપના કરીને પૂજા કરવું સારું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 10 દિવસ સુધી ગણપતિ બપ્પા મોર્યાનો નાદ

14 સપ્ટેમ્બરથી શરૂ થનારો ગણેશોત્સવ પૂરા દસ દિવસ સુધી ચાલશે. આ સમયગાળામાં ભક્તો રોજ ગણપતિની પૂજા કરશે, પ્રસાદ ધરાવશે અને આરતી કરશે. જેમાં અનેક સ્થળોએ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. ગણપતિને મોદક અને લાડુનો ભોગ ધરાવવાની વિશેષ પરંપરા છે. કેમ કે મોદક તેમને ખુબ પ્રિય માનવામાં આવે છે. જેમાં ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ અલગ-અલગ દિવસ સુધી ગણપતિ બાપાને ઘરમાં બીરાજમાન રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વિસર્જનની તારીખ

દસ દિવસીય ઉત્સવનું સમાપન અનંત ચતુર્દશીના દિવસે થાય છે. વર્ષ 2026માં અનંત ચતુર્દશી 25 સપ્ટેમ્બરે આવશે. તે જ દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. જેમાં વિસર્જન વખતે ભક્તો “ગણપતિ બપ્પા મોર્યા”ની કામના સાથે વિદાઈ આપે છે. દેશના અનેક ભાગોમાં આ દિવસે ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Chaturthi date Uday Tithi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ