ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફકત 5 જ મહિનામાં ફેમસ સિંગર બાદશાહના તૂટ્યાં બીજા લગ્ન, ફેન્સને કરી ભાવુક અપીલ

મનોરંજન / ફકત 5 જ મહિનામાં ફેમસ સિંગર બાદશાહના તૂટ્યાં બીજા લગ્ન, ફેન્સને કરી ભાવુક અપીલ

Published By: Bijal Vyas

Last Updated: 09:43 AM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Badshah And Isha Rikhi Divorce:ગાયક અને રેપર બાદશાહે તેમની પત્ની ઈશા રિખીથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બાદશાહ અને ઈશાએ જણાવ્યું હતું કે તેઓ પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યા છે.

ADVERTISEMENT

રેપર અને ફેમસ પંજાબી સિંગર બાદશાહના બીજા લગ્નનો અંત આવ્યો છે. ગાયકે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પંજાબી અભિનેત્રી ઈશા રિખી સાથેના તેમના લગ્નજીવનના અંતની જાહેરાત કરી છે. બાદશાહ અને અભિનેત્રી ઈશા રિખી વચ્ચેના સંબંધોમાં તિરાડ હોવાના અહેવાલો ઘણા સમયથી ચર્ચામાં હતા અને હવે તેમણે આખરે છૂટાછેડાને કન્ફર્મ કર્યા છે.

અલગ થયા બાદશાહ- ઇશા

બાદશાહ અને ઈશા રિખીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ શેર કરીને અલગ થવાની જાહેરાત કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે. બાદશાહ અને ઈશાએ લોકોને આ સમય દરમિયાન તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની પણ અપીલ કરી છે.

badshah post

પોતાની પોસ્ટમાં અલગ થવાની જાહેરાત કરતા બાદશાહે લખ્યું, "ઈશા રિખી અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો અને પોતપોતાના રસ્તે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પરસ્પર આદર સાથે લેવામાં આવ્યો છે અને અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આ સમયે અમારી પ્રાઈવસીનું સન્માન કરો."

ફેન્સને કરી ખાસ અપીલ

બાદશાહ અને ઈશાએ તેમની પોસ્ટ્સમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ બાબતે હવે કોઈ અફવા કે અટકળો ઈચ્છતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ મુદ્દે આ અમારું એકમાત્ર નિવેદન રહેશે. અમે વિનંતી કરીએ છીએ કે અમારા સંબંધો અંગે હવે કોઈ અટકળો કે ધારણાઓ કરવામાં ન આવે." ઈશા રિખીએ પણ બિલકુલ એ જ પોસ્ટ શેર કરી છે. તમે તેની પોસ્ટ અહીં પણ જોઈ શકો છો.

badshah wife isha post

5 મહિનામાં અલગ થયા બાદશાહ- ઇશા

ઉલ્લેખનીય છે કે, બાદશાહ અને ઈશા રિખીએ હંમેશા તેમના સંબંધોને લોકોની નજરથી દૂર રાખ્યા હતા. તેમણે ગુપ્ત રીતે લગ્ન પણ કર્યા હતા. જોકે, માર્ચ 2026માં ઈશાની માતા પૂનમ રિખીએ ઈન્સ્ટાગ્રામ પર તેમના અંગત લગ્નની તસવીરો શેર કર્યા બાદ તેમના લગ્નના સમાચાર વાયરલ થયા હતા.

દરમિયાન, જૂન 2026માં ઇન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનીથિંગ' સેશન દરમિયાન ઈશાએ પોતે લગ્નની વાત કન્ફર્મ કરી હતી. અહેવાલો અનુસાર, લગ્ન કરતા પહેલા બાદશાહ અને ઈશા લગભગ ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. જોકે, કમનસીબે તેમના લગ્ન લાંબો સમય ટક્યા નહીં. લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ આ દંપતી અલગ થઈ ગયું.

કોણ છે પહેલી પત્ની?

ઉલ્લેખનીય છે કે આ બાદશાહના બીજા લગ્ન હતા. આ વખતે ઈશા રિખી સાથે જે હવે સમાપ્ત થઈ ગયા છે. આ પહેલાં, સિંગરે 2012માં જાસ્મિન મસીહ સાથે લગ્ન કર્યા હતા. જાન્યુઆરી 2017માં તેમની પુત્રી જેસમી ગ્રેસ મસીહ સિંહનો જન્મ થયો હતો અને ત્યારબાદ 2020માં આ દંપતી અલગ થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ 4,000 કરોડની ‘રામાયણ’માં ટીવી એક્ટરની ધમાકેદાર એન્ટ્રી, રાજા જનકનો રોલ નિભાવશે આ અભિનેતા

બાદશાહની પૂર્વ પત્ની જાસ્મિન તેમની પુત્રી જેસેમી સાથે લંડનમાં રહે છે. ત્યારથી બાદશાહ અને જાસ્મિન તેમની પુત્રીનો ઉછેર સાથે મળીને કરી રહ્યા છે. જોકે, દુર્ભાગ્યે બાદશાહના બીજા લગ્ન પણ માત્ર પાંચ મહિનામાં જ તૂટી ગયા છે. તેમ છતાં, બીજા લગ્ન તૂટવા પાછળનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

5 months after secret marriage badshah announced divorce from second wife isha rikhi

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ