ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આજથી બદલાયા આ 9 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પણ પડશે અસર

photo-story

10 ફોટો ગેલેરી

National / આજથી બદલાયા આ 9 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પણ પડશે અસર

Last Updated: 07:34 AM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે સામાન્ય માણસના રોજિંદા ખર્ચ અને રોકાણ સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

1/10

photoStories-logo

1. 1 સપ્ટેમ્બર 2026થી સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર

1 સપ્ટેમ્બર 2026થી સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરતા 9 મોટા નાણાકીય નિયમો અને ફેરફારો લાગુ થઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતાં જ રોકાણ, ટેક્સ, LPG ગેસ, મુસાફરી અને રોજિંદા ખર્ચ સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થશે. જેમાં ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન, SEBIના નવા ETF નિયમો, એડવાન્સ ટેક્સની ડેડલાઇન, નાની બચત યોજનાઓના વ્યાજ દર, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના નિયમો, LPG e-KYC, મુંબઈમાં દૂધના ભાવ તેમજ ઓટો-ટેક્સીના ભાડામાં વધારો જેવા ફેરફારોનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન

1 સપ્ટેમ્બર 2026થી ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ માટે નોમિનેશનના નવા નિયમો લાગુ થઈ જશે. જો તમે હજુ સુધી તમારા એકાઉન્ટમાં નોમિનેશન કર્યું નથી, તો તમારે તરત જ નોમિનેશનનું સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ. જો નોમિની ઉમેરવાનો હોય તો નોમિની એડ કરી શકો છો અથવા ‘ઓપ્ટ-આઉટ’ ફોર્મ ભરી શકો છો. આ પ્રક્રિયા પૂર્ણ કરવાથી ભવિષ્યમાં રોકાણ સંબંધિત કોઈ મુશ્કેલી ઊભી થાય નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. SEBIના નવા ETF નિયમો

શેરબજારને કંટ્રોલ કરતી સંસ્થા SEBIનો નવો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) ફ્રેમવર્ક 7 સપ્ટેમ્બર 2026થી લાગુ થશે. નવા નિયમો હેઠળ ETFમાં બેઝ પ્રાઇસ, પ્રાઇસ બેન્ડ અને પ્રી-ઓપન કોલ ઓક્શન જેવી પ્રક્રિયાઓમાં મોટા ફેરફાર કરવામાં આવશે. એટલે ETFમાં રોકાણ કરતા રોકાણકારોએ નવા નિયમો વિશે જાણકારી રાખવી જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. એડવાન્સ ટેક્સની ડેડલાઇન

લાયક કરદાતાઓ માટે સપ્ટેમ્બર મહિનામાં એડવાન્સ ટેક્સનો આગામી હપ્તો જમા કરાવવાની મહત્વની ડેડલાઇન છે. નિયમ મુજબ, લાયક કરદાતાઓએ તેમની કુલ ટેક્સ જવાબદારીના ઓછામાં ઓછા 45 ટકા રકમ 15 સપ્ટેમ્બર સુધીમાં સરકારને ચૂકવવી ફરજિયાત છે. તેથી એડવાન્સ ટેક્સ ભરતા કરદાતાઓએ સમયસર ચુકવણી કરવી જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર

PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSC જેવી સરકારી નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારા લોકો માટે 30 સપ્ટેમ્બર મહત્વનો દિવસ રહેશે. સરકાર આ દિવસે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના ક્વાર્ટર માટે નવા વ્યાજ દરોની જાહેરાત કરશે. તેથી આ યોજનાઓમાં રોકાણ કરનારા લોકોની નજર સરકારની નવી જાહેરાત પર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના નિયમમાં છૂટ

1 સપ્ટેમ્બર 2026થી વિદેશ જતા મુસાફરોને એક મોટી રાહત મળશે. હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર સિક્કો એટલે કે સ્ટેમ્પ લગાવવો ફરજિયાત રહેશે નહીં. મુસાફરો હવે માત્ર મોબાઈલમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ બતાવીને મુસાફરી કરી શકશે. આ ફેરફારથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પ્રક્રિયા વધુ સરળ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. LPG ગેસ માટે e-KYC ફરજિયાત

ઘરેલુ LPG ગેસ સિલિન્ડર વાપરતા લોકો માટે e-KYC મહત્વનું બની ગયું છે. જે લોકોએ પોતાના ઘરેલુ ગેસ સિલિન્ડર માટે બાયોમેટ્રિક વેરિફિકેશન એટલે કે e-KYC નથી કરાવ્યું, તેમને 1 સપ્ટેમ્બરથી મુશ્કેલી પડી શકે છે. e-KYC વગર સિલિન્ડર બુક કરાવવામાં અથવા સબસીડી મેળવવામાં અડચણ આવી શકે છે. તેથી જે ગ્રાહકોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. મુંબઈમાં દૂધ થયું મોંઘું

1 સપ્ટેમ્બરથી મુંબઈમાં તાજા ભેંસના દૂધના જથ્થાબંધ ભાવમાં 9 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. હવે તાજા ભેંસના દૂધનો નવો ભાવ 102 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. આ નવા ભાવ આગામી 6 મહિના સુધી લાગુ રહેશે. દૂધના ભાવમાં થયેલા આ વધારાની અસર મુંબઈમાં દૂધ ખરીદતા ગ્રાહકોના રોજિંદા બજેટ પર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. મુંબઈમાં ઓટો અને ટેક્સીના ભાડા વધ્યા

મુંબઈમાં રોજ ઓટો-રિક્ષા અને ટેક્સીમાં મુસાફરી કરતા લોકો માટે પણ 1 સપ્ટેમ્બરથી ખર્ચ વધવાનો છે. મુંબઈમાં ઓટો-રિક્ષા અને ટેક્સીના બેઝ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે સામાન્ય નાગરિકોનો લોકલ મુસાફરીનો ખર્ચ વધી જશે અને રોજિંદી અવરજવરનું બજેટ પણ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. સપ્ટેમ્બરથી નાણાકીય બાબતોમાં સાવચેતી જરૂરી

આ તમામ ફેરફારોને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર મહિનો સામાન્ય નાગરિકો, રોકાણકારો અને કરદાતાઓ માટે મહત્વનો રહેશે. ખાસ કરીને ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન, LPG e-KYC અને એડવાન્સ ટેક્સ જેવી બાબતો સમયસર પૂર્ણ કરવી જરૂરી છે. બીજી તરફ મુંબઈમાં દૂધ તથા ઓટો-ટેક્સીના ભાડામાં વધારો થવાથી રોજિંદા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. તેથી 1 સપ્ટેમ્બર 2026થી લાગુ થતા આ તમામ ફેરફારોની માહિતી રાખવી અને જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી ફાયદાકારક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LPG e-KYC Financial Rule Changes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ