ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ: દર મહિને ₹5000નું રોકાણ કરીને મેળવો ₹8.50 લાખથી વધુનું રિટર્ન
5 ફોટો ગેલેરી
Last Updated: 12:11 AM, 1 September 2026
1/5
જો તમે કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના સુરક્ષિત રોકાણ દ્વારા મોટું ભંડોળ ઊભું કરવા માંગો છો, તો ભારતીય પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (Post Office RD) યોજના એક એવી જ 'નાનો પેક, મોટો ધમાકો' સમાન બચત યોજના છે, જેમાં દર મહિને નાની રકમનું રોકાણ કરીને લાંબા ગાળે લાખો રૂપિયાનું ગેરંટીડ રિટર્ન મેળવી શકાય છે.
2/5
ADVERTISEMENT
3/5
આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં એકસાથે મોટું ફંડ રોકવાની જરૂર નથી. સામાન્ય નાગરિક દર મહિને માત્ર ₹100 ની નાની રકમથી પણ પોતાનું આરડી ખાતું ખોલાવી શકે છે. આ ખાતું સિંગલ તેમજ જોઈન્ટ એમ બંને રીતે ખોલાવી શકાય છે. આ યોજનાનો મૂળ મેચ્યોરિટી પિરિયડ ૫ વર્ષનો હોય છે, જેને આગળ વધારીને બીજા ૫ વર્ષ માટે લંબાવી શકાય છે.
4/5
ADVERTISEMENT
5/5
જો તમે આ સ્કીમમાં દર મહિને ₹5000 નું રોકાણ શરૂ કરો છો, તો 6.7% વ્યાજ દર મુજબ ૫ વર્ષના અંતે તમારી પાસે ₹3,56,830 નું ફંડ તૈયાર થશે. જો આ ખાતાને બીજા 5 વર્ષ માટે લંબાવીને કુલ 10 વર્ષ સુધી દર મહિને ₹5000 નું રોકાણ ચાલુ રાખવામાં આવે, તો તમારું કુલ રોકાણ ₹6 લાખ થશે. તેના પર તમને માત્ર વ્યાજ પેટે જ ₹2,54,272 ની કમાણી થશે. આમ 10 વર્ષ પછી તમને કુલ ₹8,54,272 ની ગેરંટીડ રકમ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ