ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાગલપુરમાં મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર ફાયરિંગ, અજાણ્યા શખ્સોએ ફોર્ચ્યુનરને ટક્કર મારી 2 રાઉન્ડ ફાયર કર્યા
Last Updated: 08:00 AM, 31 August 2026
ADVERTISEMENT
મહેસાણાની નાગલપુર ચોકડી પાસે રાત્રીના સમયે અચાનક એક સ્કોર્પિયો કાર રોંગ સાઈડમાંથી આવી. ફોર્ચ્યુનર કારમાં બેઠેલા ભાવેશ રબારીને કદાચ આ સ્કોર્પિયો પાછળનું રહસ્ય ખબર પણ નહોતું. સ્કોર્પિયો કાર ફોર્ચ્યુનરની નજીક આવી અને ધડાધડ ત્રણ ટક્કર મારી. હજુ તો અકસ્માત શું થયું તે સમજાય એ પહેલાં જ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગ બાદ સ્કોર્પિયોમાં સવાર અજાણ્યા શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટનાથી મહેસાણામાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT

મહેસાણામાં મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર ફાયરિંગની આ ઘટના નાગલપુર ચોકડી પાસે બની હતી. ભાવેશ ઝીલિયા નામનો વ્યક્તિ પોતાની વાઇટ કલરની ફોર્ચ્યુનર કારમાં પોતાના અન્ય મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન એક વાઇટ કલરની સ્કોર્પિયો કાર સામેની બાજુથી રોંગ સાઈડમાં આવી હતી. સ્કોર્પિયોમાં સવાર શખ્સોએ ભાવેશની ફોર્ચ્યુનર કારને 2થી 3 વખત ટક્કર મારી હતી.
ADVERTISEMENT
ટક્કર માર્યા બાદ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયર કર્યા બાદ સ્કોર્પિયોમાં સવાર લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ફાયરિંગ પાછળનું કારણ શું છે તે હાલ તપાસનો વિષય બન્યું છે. આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. જોકે, ફાયરિંગની આ ઘટનામાં ભાવેશ ઝીલિયાનો બચાવ થયો છે.
ADVERTISEMENT
ઘટનાસ્થળેથી બે રાઉન્ડ ફાયર થયાના પુરાવા પણ મળ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક ફાયર થયેલું રાઉન્ડ અને બીજું મિસફાયર થયેલું રાઉન્ડ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. FSLની મદદથી ઘટનાસ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયરિંગ એક તરફથી થયું હતું કે બંને તરફથી થયું હતું, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT

બીજી તરફ સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત સર્જવામાં આવ્યો હતો તે સમગ્ર બનાવ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે. આ CCTV ફૂટેજના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોકે, ફાયરિંગની ઘટના આસપાસના CCTV કેમેરામાં કેદ થઈ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. જો ફાયરિંગના દ્રશ્યો CCTVમાં મળી આવે તો આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને મહત્વની કડી મળી શકે છે.
ADVERTISEMENT
મહેસાણા DySP મિલાપ પટેલે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાગલપુર ચોકડીની બાજુમાં માધવી લસ્સી અને આઇસક્રીમ પાર્લર આવેલું છે. તેની આગળ ભાવેશ જીલિયા નામનો વ્યક્તિ પોતાની વાઇટ કલરની ફોર્ચ્યુનર ગાડી લઈને પોતાના બીજા મિત્રો સાથે ગાડીમાં હતો. તે દરમિયાન એક વાઇટ કલરની સ્કોર્પિયો ગાડી સામેની બાજુથી રોંગ સાઈડમાં આવી હતી અને ભાવેશની ગાડીને 2થી 3 વખત ટક્કર મારી હતી.
ADVERTISEMENT
મહેસાણાના નાગલપુરમાં ભાવેશ રબારી પર ફાયરિંગ, ફોર્ચ્યુનરને ટક્કર મારી બે રાઉન્ડ ફાયર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 31, 2026
મહેસાણાના નાગલપુરમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે. મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. અજાણ્યા શખ્સોએ ફોર્ચ્યુનર કારને ટક્કર મારી બે રાઉન્ડ… pic.twitter.com/4yxYZ5zVeV
DySP મિલાપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી મિસફાયર થયેલું એક રાઉન્ડ અને ફાયર થયેલું એક રાઉન્ડ પણ મળી આવ્યું છે. એટલે ઘટનાસ્થળે ફાયરિંગ પણ થયેલું છે. હાલમાં પોલીસે સમગ્ર જગ્યાને કોર્ડન કરી છે અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે ભાવેશ રબારી પર ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શું છે અને હુમલો કરનારા શખ્સો કોણ હતા. આ હુમલો પહેલેથી નક્કી કરેલો હતો કે કોઈ અન્ય કારણસર કરવામાં આવ્યો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પત્રકાર દ્વારા ફાયરિંગ પાછળના કારણ અંગે સવાલ પૂછવામાં આવતા DySP મિલાપ પટેલે હાલ આ અંગે કહી શકાય નહીં તેમ જણાવ્યું હતું.
આ સમગ્ર મામલો મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને FSL તથા CCTV ફૂટેજના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. હવે તપાસમાં હુમલાખોરોની ઓળખ થાય છે કે કેમ અને ફાયરિંગ પાછળનું સાચું કારણ શું સામે આવે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT