ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓનાં કરુણ મોત, પરિવાર પર તૂટી પડ્યું દુઃખનું આભ
Last Updated: 07:15 AM, 31 August 2026
ADVERTISEMENT
તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી જોવા મળી અને પરિવારજનોની ચિંતા અચાનક ભયમાં ફેરવાઈ ગઈ. ઘરે પરત ફરવાની રાહ જોવાતી હતી એ ત્રણેય દીકરીઓ ક્યાંક દેખાતી નહોતી. લગભગ બે કલાકની શોધખોળ બાદ જ્યારે તળાવમાં તપાસ શરૂ થઈ ત્યારે જે સામે આવ્યું તેણે આખા પરિવારને હચમચાવી દીધો. એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓ તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપૂર ગામે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શકરપૂરના મોસમ ફળીયામાં રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ દીકરીઓ 13 વર્ષીય પ્રિયા, 11 વર્ષીય ઈશા અને 8 વર્ષની રીના સાંજના સમયે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીના કિનારે શૌચક્રિયા માટે ગઈ હતી. ત્રણેય બાળકી તળાવના કિનારે ગઈ હતી, પરંતુ દરમિયાન કોઈક કારણોસર ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
થોડા સમય બાદ ત્રણેય દીકરીઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનો અને સગા-સંબંધીઓએ આસપાસના ખેતરો તેમજ અન્ય વિસ્તારોમાં તેમની શોધખોળ શરૂ કરી હતી. એક તરફ પરિવારજનો દીકરીઓને શોધી રહ્યા હતા તો બીજી તરફ સમય પસાર થતો જતો હતો. લગભગ બે કલાકની શોધખોળ અને ભારે અફરાતફરી બાદ તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી જોવા મળી હતી. આ હોડીઓ જોઈ પરિવારજનોને શંકા ગઈ હતી કે ત્રણેય દીકરીઓ તળાવના પાણીમાં પડી હોઈ શકે છે. ત્યારબાદ તળાવમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં સ્થાનિક એક તરવૈયા યુવક તળાવના પાણીમાં ઉતર્યો હતો. તેણે ત્રણેય બાળકીઓની શોધખોળ હાથ ધરી હતી. થોડા સમય બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે, દુર્ભાગ્યે ત્રણેય માસૂમ બાળકીઓ મૃત હાલતમાં મળી આવી હતી. એકસાથે ત્રણ દીકરીઓના મૃતદેહ બહાર આવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ADVERTISEMENT
બનાવની જાણ થતાં ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. ત્રણેય બાળકીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકીઓને મૃત જાહેર કર્યા હતા. હાલ ત્રણેય બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
એકસાથે ત્રણ વ્હાલસોયી દીકરીઓ ગુમાવતાં બારૈયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જે પરિવાર માટે ત્રણેય દીકરીઓ ખુશીનું કારણ હતી, એ જ પરિવાર આજે ત્રણેયને ગુમાવવાના આઘાતમાં શોકમાં ગરકાવ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ માસૂમ બાળકીના કરુણ મોતની ઘટનાથી સમગ્ર શકરપૂર ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT